વડોદરા : પરશુરામ સેના દ્વારા આયોજિત અને લંકેશ બાપુના સ્વકંઠે શિવકથા શહેરના સિયાબાગ મેદાનમાં યોજાઇ રહી છે,જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં છે.
શિવ પોતે એક કલ્યાણકારી છે અને તરત ફળ આપનારા ભોલેનાથ કહેવાય છે.શિવ માત્રથી જીવનું કલ્યાણ રહેલું છે શિવજી પોતે પત્થરો પર આસન જમાવી બેસે છે માત્ર શુધ્ધ ભાવથી અર્પણ કરેલા જળથી તેઓ પ્રસન્ન થાય છે આવા ભગવાન ભોળાનાથની કથાનું પરશુરામ સેના વડોદરા દ્વારા ગત 14મી ડિસેમ્બર થી 22ડિસેમ્બર સુધી શહેરના શિયાબાગ મેદાન ખાતે આયોજન કરવામાં આવેલું છે જ્યાં શિવ કથાકાર લંકેશ બાપુના સ્વકંઠે શિવકથાનુ રસપાન ભક્તોને કરાવવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં સંસ્કારી નગરીના નગરજનો ભાગ લઇ શિવકથાનુ રસપાન કરી રહ્યાં છે. શિવ કથાકાર લંકેશ બાપુ પોતે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી માથી પી.એચ.ડી. થયેલા છે અને જ્યોતિષ શાસ્ત્રમાં પારંગત છે
તેમના જણાવ્યા અનુસાર ધર્મ અને વિજ્ઞાન એ બંને એકબીજાના પૂરક છે બંને એક બીજા વિના અધૂરા છે. શિવકથા ધર્મની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી પણ મહત્વની છે. આપણા હિન્દુ ધર્મમાં શિવજીની પૂજા તેમનું સ્મરણ તથા શિવકથા જીવનમાં એકવાર સૌએ અવશ્ય શ્રવણ કરવી જોઈએ.સંસ્કારી નગરીના નગરજનોથી તેઓ ખૂબ પ્રભાવિત હોવાનું જણાવ્યું હતું સાથે જ પરશુરામ સેના દ્વારા 'ના ભૂતો ના ભવિષ્યતિ' જેવી આ શિવકથા આયોજીત કરવામાં આવી હોવા બદલ તેમણે પરશુરામ સેનાના આયોજકોની પ્રશંસા કરી હતી સાથે સાથે રવિવારે છેલ્લો દિવસ હોય કથા શ્રવણનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે પણ અપીલ કરી હતી.
Reporter: admin