News Portal...

Breaking News :

સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો દૂર કરાયા

2024-09-28 12:04:13
સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો દૂર કરાયા


સોમનાથ : ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવાની મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં શુક્રવારની મોડી રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે.


આ કાટમાળ હટાવવા માટે 70 ટ્રેક્ટર-ટ્રોલીઓ રાખવામાં આવી છે. આ ખુલ્લી કરાયેલી જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો થયા છે, જેને દૂર કરવા વહીવટી તંત્રની ટીમ કામે લાગી છે. મોડી રાતથી કાર્યવાહી ચાલી રહી છે.સોમનાથમાં ગુજરાત સરકારની મોટી બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે. આ પહેલા અહીં મહિનાઓ સુધી સર્વે ચાલતો હતો. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર પાછળ આવેલી સરકારી જમીન પરના દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. 


આ કાર્યવાહી બાદ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ કાર્યને વધુ વેગ મળવાની ધારણા છે. મોડી રાત્રે દબાણ ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, કાર્યવાહી થતાં જ સ્થાનિક લોકોના ટોળા ત્યાં એકઠા થઈ ગયા હતા અને હંગામો મચાવવાનું શરૂ કર્યું હતું. લોકોએ કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે લોકોને ત્યાંથી હટાવ્યા હતા અને કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post