News Portal...

Breaking News :

ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડની તમામ ઓફિસ પર સર્ચ ઓપરેશન

2024-06-24 13:18:04
ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડની તમામ ઓફિસ પર સર્ચ ઓપરેશન


માર્કેટ રેગ્યુલેટર સેબીએ આજે ફ્રન્ટ રનિંગની શંકાના આધારે ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડની તમામ ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.


તેમજ જીએસટી કાઉન્સિલની બેઠકમાં અપેક્ષિત સેક્ટર્સ અંગે કોઈ નિર્ણયો લેવામાં ન આવ્યા હોવાની અસર પણ બજાર પર જોવા મળી છે.સપ્તાહની શરૂઆત વેચવાલીના પ્રેશર વચ્ચે નેગેટીવ થઈ છે. એકંદરે પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળવાની શક્યતા એન્જલ વનના ઈક્વિટી ટેક્નિકલ એન્ડ ડેરિવેટિવ્ઝ એનાલિસ્ટ રાજેશ ભોસલેએ જણાવી છે. આજે રિયાલ્ટી, મેટલ અને બેન્કિંગ શેરોમાં રોકાણકારો પ્રોફિટ બુક કરતાં નજરે ચડ્યા છે. 


બીએસઈ ખાતે રિયાલ્ટી ઈન્ડેક્સ 0.81 ટકા, મેટલ 0.83, બેન્કેક્સ 0.45 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. ઇન્ડસઈન્ડ બેન્ક 2.71 ટકા, ફેડરલ બેન્ક 0.99 ટકા, કેનરા બેન્કના શેર 0.97 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. કેપિટલ ગુડ્સ, પાવર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, એફએમસીજી ઈન્ડેક્સ સુધારા તરફી ટ્રેડ થી રહ્યા છે. જેમાં કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ સૌથી વધુ 1.22 ટકા ઉછાળે કારોબાર થઈ રહ્યો છે. 

Reporter: News Plus

Related Post