વડોદરા :માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રિન્સેસ અશોકા રાજે સ્કૂલમાં બાળકો દ્વારા સાયન્સ પ્રોજેક્ટ એક્ઝિબિશન નું આજે આયોજન કરવામાં આવ્યું હતું.

બાળકો દ્વારા ૨૦૦ જેટલા અવ- નવા પ્રોજેક્ટ બનાવીને હાજર રહેલ વાલીઓ, બાળકો તેમજ અન્ય લોકો ને દરેક સાયન્સ પ્રોજેક્ટ વિશે બાળકોએ સમજૂતી આપી હતી. હાજર રહેલ વાલીઓ દ્વારા જણાવ્યું હતું કે આવનારા દિવસો માં ડિજિટલ યુગ મા સાયન્સ ટેકનોલોજીનો ખુબ વિશાળ પ્રમાણમાં લોકો ઉપયોગ કરતા થશે તેથી અત્યારે જ બાળકો ને આવી માહિતી દ્વારા જાગૃત થાય છે એ ખૂબ સારી બાબત છે.

ભવિષ્યમાં આ બાળકો ભારત દેશના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો સાબિત થશે. અને દરેક વાલીઓ પોતાના બાળકો આવા પ્રોજેક્ટ બનાવી અને લોકોને સમજાવતા જોઈને વાલીઓ ખૂબ પ્રભાવિત થયા હતા.





Reporter: admin