News Portal...

Breaking News :

વડોદરાની સર્વ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફૂટપાથ પર રહેતા નિરાધાર, નિઃસહાય વૃદ્ધોનું રેસ્ક્યુ કરવામાં આવે છે.

2024-06-17 16:32:07
વડોદરાની સર્વ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફૂટપાથ પર રહેતા નિરાધાર, નિઃસહાય વૃદ્ધોનું રેસ્ક્યુ કરવામાં આવે છે.


રેસ્ક્યુ કર્યા બાદ વૃદ્ધોને વાઘોડિયા તાલુકાના, રસુલાબાદ સ્થિત આવેલ અપના ઘર આશ્રમ ખાતે મોકલવામાં આવે છે. જ્યાં વૃદ્ધો માટે બે ટાઈમ નાસ્તો, બે ટાઈમ નું જમવાનું તથા રેહવાં માટે ની ફ્રી માં વ્યવસ્થા કરવામાં આવે છે.


બીમાર વૃદ્ધોને જરૂરિયાત મુજબ પ્રાથમિક સારવાર પણ આપવામાં આવે છે. આજ રોજ સર્વ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલા ને જયભાઈ મારવાડીએ ફોન કરી ને જાણકારી આપી હતી કે એમ.એસ.યુનિવર્સિટી ની ઓફિસ પાસે, પોલિટેકનિક કોલેજની સામેની બાજુ, લીમડા ના ઝાડ નીચે એક નિરાધાર અને નિઃસહાય વૃદ્ધ છેલ્લા એક અઠવાડિયાથી ત્યાં ફૂટપાથ પર બેસી રહે છે. સંસ્થાના પ્રમુખશ્રી વિષ્ણુભાઈ વાઘેલા ને જાણ થતાં જ તેઓ કાર્યકર્તા નેહલભાઈ મારવાડી તથા સામાજિક કાર્યકર શૈલેષ રજનીકાંત મહીસુરી સાથે સ્થળ ઉપર જઈને વૃદ્ધ દાદા ની મુલાકાત કરી. 


વૃદ્ધ દાદા સાથે વાતચીત કરીને જાણકારી મેળવ્યા બાદ સયાજીગંજ પોલીસ સ્ટેશન ની હદમાં આવતો વિસ્તાર હોવાથી અમે સયાજીગંજ પોલીસ સ્ટેશન માં જઈને વૃદ્ધ દાદા ની માહિતી આપી એમની નોંધણી કરાવી. નોંધણી કરાવ્યા બાદ અપના ઘર આશ્રમ માં જાણ કરી ને દાદા નું રેસક્યું કરવા માટે આશ્રમ માંથી એમ્બ્યુલન્સ મંગાવી. એમ્બ્યુલન્સમાં દાદા ને બેસાડીને વાઘોડિયા સ્થિત આવેલ અપના ઘર આશ્રમ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. વૃદ્ધ દાદા ની પૂછપરછ દરમિયાન દાદાએ તેઓનું નામ પંકજભાઈ શાહ જણાવ્યું હતું. દાદા એ ભરૂચ ખાતે આવેલી કે.જે.પોલિટેકનિક માં મિકેનિકલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરેલ છે. દાદા નું મૂળ વતન સોજીત્રા ગામ આણંદ ખાતે ના રહેવાસી છે...

Reporter: News Plus

Related Post