એકલ દોકલ યુવતીઓ પર હિંસક હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે વડોદરાના ફાઉન્ડેશન દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર જ યુવતીઓ અને મહિલાઓ માટે જુડોની તાલીમ શરૂ કરાઈ છે.
સનફાર્મા રોડ ખાતે સારા ફાઉન્ડેશનના ગરબા શરૂ થાય તે અગાઉ યુવતીઓને જુડો શીખવાડાય છે. આ દાવમાં ઓગોશી, કાયાતોશી જેવી ટેક્નિક શીખવવામાં આવે છે. આ માટે ફાઉન્ડેશને નારાયણ ગુરુ વ્યાયામ શાળાનો સહયોગ લઈને ત્યાંના જુડોના કોચ અને સિનિયર ખેલાડીઓની મદદ લેવાઈ રહી છે.શહેરના સનફાર્મા રોડ ઉપર વર્ષોથી સારા ફાઉન્ડેશન દ્વારા ચાલી રહેલા નવરાત્રી મહોત્સવમાં પહેલા દિવસથી જ ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમી રહ્યા છે નવરાત્રીના ચોથા દિવસે આઠ હઝાર થી વધુ ખેલૈયાઓ વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ઉમટી પડ્યા.
જે વિશે માહિતી આપતા સારા ફાઉન્ડેશન ના પ્રેસિડન્ટ અનિલસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સારા ગરબા મહોત્સવના શિર્ષક હેઠળ સાત વર્ષથી નવરાત્રિનું આયોજન કરાય છે.જેમાં આ વર્ષે ૭ થી ૮ હજાર ખેલૈયાઓ રમી શકે અને ૫ હજાર લોકો ગરબા નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છેઉપરાંત બેસ્ટ મેલ અને બેસ્ટ ફિમેલ ખેલૈયાઓને મેગા પ્રાઇઝ રોજના ખેલૈયાઓને ઈનામ આપીને ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કરવામાં આવે છે. નોંધનીય છે કે, આવતા વર્ષે ૧૦ હજાર ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તે માટેનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવશે.
Reporter: admin