ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ સંજય બાંગરનો પુત્ર આર્યન તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે.
આ વાઈરલ વીડિયો તેના હોર્મોનલ ટ્રાન્સફોર્મેશન સફરનો છે. જેમાં તે છોકરામાંથી છોકરી કઈ રીતે બન્યો તે જોઈ શકાયછે. તેણે એક લાંબો મેસેજ પણ લખ્યો છે. અને આ ટ્રાન્સફોર્મેશન પર પોતાનો અનુભવ શેર કર્યો છે.તાજેતરમાં જ સંજય બાંગરના પુત્ર આર્યનએ પોતાનું લિંગ બદલાવ્યું છે. હવે આર્યન છોકરામાંથી છોકરી બની ગયો છે. તેણે દવા અને સર્જરી દ્વારા પોતાના શરીરને બદલી નાખ્યું છે. તેણે પોતે જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપી હતી. જ્યાં તેણે પોતાનું નામ બદલીને અનાયા રાખ્યું હતું.
આર્યન (હવે અનાયા) છોકરી બન્યા બાદ ખૂબ જ ખુશ છે. તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, 'ક્રિકેટ રમવાનું મારું સપનું સાકાર કરવા માટે મેં ઘણું બલિદાન આપ્યું છે. આ સફર મારા માટે આસાન ન હતી. પરંતુ મારા માટે આ હાંસલ કરેલી જીત અન્ય તમામ બાબતો કરતાં વધુ મહત્ત્વની છે.'અનાયાએ આગળ લખ્યું, 'ટ્રાન્સફોર્મેશન દરમિયાન અનુભવાતા શારીરિક ફેરફારો એક કઠોર વાસ્તવિકતા બની તમરી સામે આવે છે. આ અનુભવ માત્ર શારીરિક રીતે જ નહીં, પણ માનસિક અને ભાવનાત્મક રીતે પણ મુશ્કેલ હોઈ છે. કારણ કે તમે લાંબા સમયથી તમારી ઓળખ અને તમારા શરીરને લાંબા સમયથી એક નજરે જોયું હોય છે. હું મારા સ્નાયુઓ, યાદશક્તિ અને એથ્લેટિક ક્ષમતાઓ ગુમાવી રહ્યો છું. જેના પર હું એક સમયે આધાર રાખતો હતો.'
Reporter: admin