સાળંગપુર દાદા ના દર્શને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ય નેતાઓ એ આશીર્વાદ લીધા. બોટાદ માં ચાલતી ભાજપ કારોબારી બેઠક માં હર્ષ સંઘવી , કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને અન્ય નેતાઓ અને મંત્રીઓ હાજર રહ્યા હતા .
કષ્ટદેવભંજન દેવ સત્ય છે સાળંગપુર દાદા ના દર્શને ગુજરાત અને કેન્દ્ર સરકાર ના મંત્રીઓ એ માથું નમાવી દર્શન કર્યા હતા. અને આવનાર સમય ગુજરાત ની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. બોટાદ માં સાળંગપુર માં ભાજપ કારોબારી ૨ દિવસ માટે યોજવામાં આવી હતી . મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હર્ષ સંઘવી સંસદ પિયુષભાઈ ગોયલ , ભાનુ બાબરીયા અને અન્ય નેતાઓ એ મંદિર ના શિખર પર ધજા ચઢાવી આશીર્વાદ લીધા હતા.
મુખયમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંદિર ના પ્રાંગણ માં વૃક્ષારોપાં કરી લોકો વચ્ચે પ્રકૃતિ ની રક્ષા માટે નો સંદેશો આપ્યો હતો. મંદિર તરફ થી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને તલવાર અને દાદા નો ફોટો આપવામાં આવ્યો આશીર્વાદ રૂપે આપવામાં આવ્યો હતો. મંદિર ના કોઠારી વિવેકસાગર સ્વામી ડી.કે સ્વામી તથા અન્ય મહંતો હાજર રહ્યા હતા .રાજકોટ સંસદ પુરષોત્તમ રૂપાલા નું પણ સાળંગપુર મંદિર ના ગેટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું . દાદા ના શરણે નેતાઓ એ માથું નમાવી આશીર્વાદ લીધા હતા .
Reporter: News Plus