News Portal...

Breaking News :

સહજના વાર્ષિક પ્રદર્શન કલાંજલીનું ત્રિષા ગેલેરી વડોદરા ખાતે પ્રદર્શન

2024-10-03 12:52:22
સહજના વાર્ષિક પ્રદર્શન કલાંજલીનું ત્રિષા ગેલેરી વડોદરા ખાતે પ્રદર્શન


વડોદરા : છેલ્લા 24 વર્ષથી સહજ વડોદરામાં કલાંજલી નામે એનું વાર્ષિક પ્રદર્શન અને વેચાણ કરે છે. વડોદરાની કલાપ્રેમી જનતા એની ઉત્સુકતાથી રાહ જુએ છે. 


ગયા મહિને વડોદરાની પૂર અને કુદરતી આફતને કારણે સહજનું પ્રદર્શન મોકૂફ રાખ્યું હતું. ત્યારબાદ અનેક મિત્રો, શુભેચ્છકો અને વર્ષોથી સહજના ઉત્પાદન ખરીદતા ગ્રાહક મિત્રો સહજને પ્રદર્શન યોજવા સંપર્ક કરતા રહ્યા. એમના પ્રેમ અને આગ્રહને કારણે સહજ નું વાર્ષિકપ્રદર્શન "કલાંજલી" આ વર્ષે તારીખ 3-4 ઓકટોબર ને રોજ વડોદરાની ત્રિષા ગેલેરી ખાતે આયોજીત  કરવામાં આવ્યું છે.ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ટ્રાઈબલ અફેર્સ ના "ટ્રાઈફેડ"ના ગુજરાતના રીજિયોનલ મેનેજર અજીત ભાઈ વાચ્છાણી કલાંજલી ના આ વર્ષ ના મુખ્ય અતિથિ અને ઉદ્દઘાટક છે.ટ્રાઈફેડ આખા ભારતમાં આદિવાસી હસ્તકલા, વન પેદાશો અને અન્ય ઉત્પાદનોનું વેચાણ કરતી સહુથી મોટી સંસ્થા છે.


જૂનાગઢ ના વતની અજીતભાઈએ કોમર્સ માં ગ્રેજ્યુએશન કર્યા પછી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી એગ્રી બિઝનેસ માં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે.હાલમાં તેઓ ગુજરાત રાજ્યના આદિવાસીઓની આજીવિકાના પ્રશ્નો અંગે પી.એચ.ડી.નો અભ્યાસ કરી રહ્યા છે.પોતાના કામને સમર્પિત અજીત ભાઈ ગુજરાતના આદિવાસીઓની આજીવિકાના પ્રશ્ને ટ્રાઈફેડ દ્વારા ખૂબ કામ કરી રહ્યા છે.એમની ઉપસ્થિતી સહજ માટે ટ્રાઈફેડ અને સહજના પરસ્પર સંબંધો ની યાત્રાનો પડાવ છે.સહજ સાથે વડોદરાનો પ્રેમનો સંબંધ છે. સહજની શરુઆત થી વડોદરા ના કલાની સમજ અને કદર કરતા કલાપ્રેમીઓએ અમને અઢળક સ્નેહ કર્યો છે.સહજના ઉત્પાદનો ગરીબ આદિવાસી બહેનો બનાવે છે માટે ખરીદો એ માનસિકતા તેમણે ક્યારેય રાખી નથી,  કારીગર બહેનોએ બનાવેલા ઉત્કૃષ્ટ ઉત્પાદનો છે. એ સહજનો મંત્ર છે

Reporter: admin

Related Post