વડોદરા: પોલીસ જવાનની વર્ધીના બટન તોડી નાંખવામાં આવ્યા હતા. અને મહિલાએ અશોભનીય વર્તન કર્યું હતું.
આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી ભાવેશ ભોજાભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાવપુરા પી.સી.આર 15મા ઇન્ચાર્જ તરીકે મારી ડ્યુટી હતી. અને અમારી સાથે મદદમાં અનઆર્મ્ડ લોકરક્ષક જયેન્દ્ર વિરમાજી અને ડ્રાઈવરમાં નિતેશ નાળિયા હતા. અમે રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી અમને વર્ધી મળી હતી કે, દાંડિયા બજાર એચ.ડી.એફ.સી બેંક પાસે એક યુવક યુવતીની છેડતી કરે છે. જેથી અમે દાંડિયા બજાર એચ.ડી.એફ.સી બેંક પાસે પહોંચીને તપાસ કરતા એક યુવક તથા એક યુવતી અંદરો અંદર બોલાચાલી કરી મારામારી કરતાં હતાં.
એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે, પોલીસ સાથે ગેરવર્તણૂક કરનાર યુવતી અને યુવકની ધરપકડ કરી છે. અને આ મામલે અમે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે, આ યુવતી અને યુવક બંને મિત્રો હતા અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી યુવતીએ છેડતી થઈ હોવાનો પોલીસને ફોન કર્યો હતો.અમે બખેડો કરનાર યુવક અને મહિલા કર્મચારીએ યુવતીને જેમતેમ કરી પીસીઆરમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. જેમાં આરોપી યુવક (ઉ.26) તથા સાથેની આરોપી યુવતી (ઉ.22) છે. અને જાહેરમાં બખેડો કરવા બાબતનું કારણ પૂછતાં તેઓ બંને મિત્ર હોવાથી રાત્રિના ફરવા માટે નીકળ્યા હતા અને દાંડિયા બજાર પાસે પહોંચતા પૈસાની વાતમાં ઝઘડો થયો હતો.
Reporter: