વડોદરા : PM મોદી ફરી એકવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી શકે તેવી શક્યતાઓ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત મુલાકાતને લઈને બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે.
પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિનીકુમારે વડોદરામાં બેઠક યોજી છે.પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિનીકુમાર તાત્કાલિક વડોદરા દોડી આવ્યા અને કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું બાંધકામ પૂર્ણતાને આરે છે, ત્યારે તેનું ઉદ્ઘાટન કરવા આવે તેવી શક્યતા છે. PM મોદી મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરી શકે છે. આગામી મહિને આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ લોકાર્પણ કરવામાં આવશે. વડોદરામાં ટાટા અને એરબસ કંપની એરફોર્સ માટે ટ્રાન્સપોર્ટ પ્લેન બનાવવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે.
ત્યારે બેઠકને લઈને જ્યારે પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિનીકુમારને પૂછવામાં આવ્યું તો તેમને નિવેદન આપતા કહ્યું કે વડોદરા શહેરમાં સ્વચ્છતાને લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી અને અત્યાર સુધી ના થયું હોય તેવી સ્વચ્છતા કરવા જરૂરી સૂચના આપવામાં આવી છે. જો કે તેમને એવું પણ જણઆવ્યું કે PM નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હોય તેવી કોઈ માહિતી મારી પાસે નથી.તમને જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાન મોદી ગયા મહિને જ તેમના જન્મદિવસના આગળના દિવસે જ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન PM મોદીએ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેનના બીજા ફેઝને લીલીઝંડી આપી હતી. PM મોદીએ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી અને આ દરમિયાન બાળકો સાથે પણ વાતચીત કરી હતી.
Reporter: admin