News Portal...

Breaking News :

રિક્ષા ચાલકનો ભોગ લેનારા રાજકમલ બિલ્ડર્સનો ખુલાસો પુછાયો

2025-06-28 09:46:46
રિક્ષા ચાલકનો ભોગ લેનારા રાજકમલ બિલ્ડર્સનો ખુલાસો પુછાયો


કોર્પોરેશનને ખુલાસો આવે ત્યાર બાદ કાર્યવાહી કરાશે: ધાર્મિક દવે.
ભોગ બનનાર રીક્ષા ચાલકનાં પરિવારને વળતર અપાવવા માટે જાગૃત વકીલોએ મદદ કરવી જોઈએ..
આ કામ ઉપર સુપરવિઝન કરનાર પાલિકાનાં અધિકારી શું કરતા હતા ? તે પણ એટલા જ જવાબદાર છે



વડોદરાના રીક્ષા ચાલકોએ ભેગા થઈ પાલિકા ઉપર હલ્લાબોલ કરવો જોઈએ. જેથી ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના બને નહીં.
તાજેતરમાં શહેરમાં મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક જીવલેણ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટર રાજકમલ બિલ્ડર્સની બેદરકારીના કારણે સરદાર એસ્ટેટથી વૃંદાવન તરફ જતા માર્ગે પાણીની લાઈન શિફ્ટિંગ કર્યા બાદ રોડનું અધૂરું પેચવર્ક કરીને તેને ખુલ્લો મૂકી દેવાતા એક નિર્દોષ રિક્ષાચાલક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. 


આ બનાવમાં કોન્ટ્રાક્ટર રાજકમલ બિલ્ડર્સની ગંભીર બેદરકારી જોતાં કોર્પોરેશન દ્વારા તેને નોટિસ ફટકારવામાં આવી છે. રાજકમલ બિલ્ડર્સને નોટિસ આપીને તેનો ખુલાસો પુછાયો છે.  ઉલ્લેખનિય છે કે હલકી ગુણવત્તાનું કામ કરનાર રાજકમલ બિલ્ડર્સને અગાઉ પણ નોટિસો અપાયેલી છે અને બ્લેક લિસ્ટ પણ કરાયેલો હતો.છતાં કોર્પોરેશન તેને છાવરી રહી છે અને તેના ટેન્ડરો મંજૂર થતાં રહ્યા છે. સોમવાર સુધીમાં તેનો ખુલાસો કોર્પોરેશન સમક્ષ આવે ત્યાર બાદ આગળની કાર્યવાહી કરાશે તેમ અધિકારી ધાર્મિક દવેએ જણાવ્યું હતું.

Reporter: admin

Related Post