જેલમાં બંધ બે ઉમેદવારો ચૂંટણી જીતવામાં સફળ થયા છે. ખાલિસ્તાન સમર્થક નેતા અમૃતપાલ સિંહ ઉપરાંત આતંકવાદી ગતિવિધિઓન આરોપસર પાંચ વર્ષથી તિહાર જેલમાં બંધ કાશ્મીરી નેતા અબ્દુલ રશીદે પણ લોકસભા ચૂંટણીમાં જીત મેળવી, જીત બાદ ઘણા સવાલો ઉભા થયા છે.
ડિબ્રુગઢ જેલમાં બંધ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે પંજાબના ખડૂર સાહિબથી ચૂંટણી જીતી હતી, જ્યારે શેખ અબ્દુલ રશીદે કાશ્મીરની બારામુલ્લા લોકસભા બેઠક પરથી નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને હરાવ્યા હતા. બંને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે અલગ-અલગ રાજ્યોની જેલમાં બંધ છે, બંને પર અત્યંત ગંભીર આરોપ છે. પરંતુ બંધારણ જેલમાં બેઠેલા લોકોને ચૂંટણી લડવાની પરવાનગી આપે છે તેથી બંને ચૂંટણી લડ્યા અને જીત્યા છે.
જેલમાં બંધ ચૂંટાયેલા પ્રતિનિધિઓને શપથ લેવા માટે વચગાળાના જામીન અથવા પેરોલ પર મુક્ત કરવામાં આવે છે. આવા ઘણા ઉદાહરણો છે. ઉદાહરણ તરીકે, વર્ષ 2020માં અલ્હાબાદ હાઈકોર્ટે BSP નેતા અતુલ રાયને સંસદ સભ્ય તરીકે શપથ લેવા માટે પેરોલ આપ્યા હતા. સપા વિધાનસભ્ય નાહિદ હસનને વર્ષ 2022માં યુપીમાં વિધાનસભાના શપથ ગ્રહણ માટે જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ દાખલાઓ મુજબ અમૃતપાલ અને રાશિદ બંનેને લોકસભાના સભ્યો તરીકે શપથ લેવા થોડા સમયમાટે જેલ માંથી મુક્તિ આપવામાં આવી શકે છે.
Reporter: News Plus