વડોદરા: શહેર વાઘોડિયા રોડ ખાતે આવેલ સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટ પાસે આવેલ મેદાનમાં પીપલ્સ યુથ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ મેચ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં 24 થી વધુ વડોદરા જિલ્લા અને શહેરની ટીમોએ ભાગ લીધો. જેમાં આજરોજ ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ટુર્નામેન્ટ મેચનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં ડભોઇના ધારાસભ્ય જણાવ્યું કે આજકાલના યુવાનો મોબાઇલમાં વ્યસ્ત હોય એના કરતાં આવી મેદાનની રમતોમાં જોડાય
સ્વામી વિવેકાનંદજીએ કહ્યું કે ગીતાના બે અધ્યાય ઓછા વાંચશો તો ચાલશે પણ શરીરને સક્ષમ બનાવીએ જેથી આવી મેદાની રમતોમાં યુવાનો રમી શકે સાથે પીપલ્સ યુથ ક્લબ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે આ ટુર્નામેન્ટમાં 24 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટ નાઈટ સુધી રમાશે જેમાં વિજેતા તેમને ટ્રોફી અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવશે.
Reporter: admin