વોશિંગ્ટનઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટૉકને લઇ અમેરિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે.
ટિકટૉક કંપની પર અમેરિકામાં પણ પ્રતિબંધ લાગુ થઈ ગયો છે. ભારત બાદ અમેરિકામાં પણ આ એપ પર પ્રતિબંધ લગાવવાથી સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે.શનિવારે ટિકટૉકે યૂઝર્સને એપ ઓપન કરતી વખતે પૉપ એપ મેસેજ મોકલ્યો હતો. જેમાં લખ્યું હતું- ટિકટૉકનું મહત્ત્વપૂર્ણ અપડેટ, અમેરિકન કાનૂન અંતર્ગત ટિકટૉકે અસ્થાયી રીતે તેમની સેવાઓ બંધ કરવી પડશે.
જોકે કંપનીએ કહ્યું કે, તે ટૂંક સમયાં જ તેમની સર્વિસ ફરી શરૂ કરવા માટે પણ કામ કરી રહી છે.અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે ટિકટૉક પર પ્રતિંબંધ લગાવવાની કૉંગ્રેસની વાતને મંજૂરી આપી હતી. ટિકટૉક અમેરિકામાં જ્યાં સુધી તેમની સંપત્તિ નહીં વહેંચે ત્યાં સુધી પ્રભાવી રહેશે. વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડેને આ પ્રતિબંધને લાગુ કરવાનો ઇનકાર કર્યો છે. પરંતુ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને લાગુ કરવાનો સંકેત આપ્યો છે.
Reporter: admin