News Portal...

Breaking News :

વૈષ્ણવ આચાર્ય હરિરાયજીના પુત્ર કૃષ્ણમબાવાના શુભ યજ્ઞોપવિત સંપન્ન

2025-01-19 11:49:54
વૈષ્ણવ આચાર્ય હરિરાયજીના પુત્ર કૃષ્ણમબાવાના શુભ યજ્ઞોપવિત સંપન્ન


વડોદરા:  વાઘોડિયા રોડ સ્થિત આવેલ શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે વલ્લભ કુળ પરિવારના વૈષ્ણવ આચાર્ય હરિરાયજીના પુત્ર કૃષ્ણમબાવાના શુભ યજ્ઞોપવિત શાસ્ત્રોક્ત અને વૈદિક પદ્ધતિથી સંપન્ન થયા છે.


વૈષ્ણવ સંપ્રદાયના વલ્લભકુળ પરિવારના વૈષ્ણવ આચાર્ય હરિરાયજીના આ પુત્ર કૃષ્ણ બાવાના શુભ યજ્ઞો પવિત્ર સંસ્કાર આયોજન કરવામાં આવ્યું હતું ચાર દિવસના ભવ્ય શાસ્ત્રોકને વેદક પદ્ધતિથી તેઓના યગન પવિત્ર સંસ્કાર સંપન્ન થયા 15 તારીખથી શરૂ થયેલા આ યજ્ઞોપવીત સંસ્કાર શરૂઆત 15 જાન્યુઆરી થી શરૂ છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે તારીખ 16 ગૃહ શાંતિ તથા હાલારી રાસ તેવી રીતના જ તારીખ 17 ના રોજ ગણેશ સ્થાપના વૃદ્ધિ કી સભા તથા વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું જે વાઘોડિયા રોડ ખાતે આવેલી ગોવર્ધનનાથજી હવેલી થી થઈ જય અંબે રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. જ્યારે આજરોજ ચૌલ સંસ્કાર તથા ઉપનયન સંસ્કાર કરી કૃષ્ણમબાવાના શાસ્ત્રોક્ત અને વૈદિક પદ્ધતિ યજ્ઞોપવીત સંસ્કાર જય અંબે રેવાપાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે સંપન્ન થઈ હતી.


વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત આવેલ ગોવર્ધનનાથજીની હવેલી ખાતે વલ્લભ કુળ પરિવારના વૈષ્ણવ આચાર્યના પુત્ર કૃષ્ણમબાવાના શુભ યજ્ઞોપવિત સંસ્કાર અવસરે વલ્લભ કુળ પરિવારના તમામ વૈષ્ણવઆચાર્યઓની ઉપસ્થિતિમાં વડોદરાના વાઘોડિયા રોડ ખાતે આવેલ ગોવર્ધનનાથજીની હવેલીથી હરીરાયજી મહારાજના પુત્ર કૃષ્ણમબાવાના શુભ યજ્ઞોપવિત સંસ્કાર અવસરે ગણેશ સ્થાપના, વૃધ્ધિ કી સભા તેમજ વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના વલ્લભ કુળ પરિવારના વૈષ્ણવ આચાર્યઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વૈષ્ણવ સંપ્રદાયના અગ્રણી અગ્રણી અને સમાજના આદરણીય કંકરોલી નરેશ ડો.વાગીશકુમાર મહારાજ, દ્વારકેશલાલજી મહારાજ, આણંદના વિક્કીબાવા મહારાજ, થતા અન્ય વલ્લભ કુળ પરિવારના તમામ વૈષ્ણવઆચાર્યઓ ઉપસ્થિત રહી યજ્ઞોપવીત ધારણ કરનાર કૃષ્ણમબાવાને આશિર વચન સાથે આશીર્વાદ આપ્યા હતા.

Reporter: admin

Related Post