સમગ્ર રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ પ્રોહિબિશનના અનેક ગુનાઓ સામે આવતા હોય છે
ત્યારે શહેરના બે વ્યક્તિઓ દ્વારા સતત પ્રોહીબિશન ને લગતી પ્રવૃત્તિઓ કરીને નાગરિકોને હેરાન કરતી થાય તેમજ કાયદાનો સતત ભંગ થાય તે રીતેની પ્રવૃત્તિઓ કરતા હોવાથી વિવિધ પોલીસ મથકોમાં તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો બાદમાં તેઓને જામીન પર મુક્ત કરવા છતાં પણ તેઓમાં કોઈપણ પ્રકારની સુધારાની પ્રવૃત્તિઓ ના આવતા આખરે તેઓને પાસા હેઠળ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
શહેરના મકરપુરા અને રાવપુરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુના મુજબ તરસાલી વિસ્તારમાં રહેતા પરેશ પટેલ અને રાજસ્થાનના સાચોર ખાતે રહેતા નરેશ ઉદારામ ચૌધરી હાલ તરસાલી વિસ્તારમાં રહે છે અને તેના વિરુદ્ધ માંજલપુર પોલીસ મથકના તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવામાં આવી હતી બાદમાં તેઓને જેલમાં મૂકવામાં આવ્યા હતા. પરંતુ હાલ બંનેને ક્રમશઃ અમદાવાદ અને પાલનપુર જેલમાં પાસા હેઠળ મોકલવામાં આવ્યા હતા.
Reporter: admin