કારેલીબાગ પારુલ યુનિવર્સિટી ની ઓફિસ ઇમારત ઉપર લોખંડ નુ મહાકાય સ્ટ્રક્ચરને હટાવવા કોર્પોરેશનની બેદરકારી...
ટીડીઓ પરિમલ પટણીને પારુલ યુનિવર્સિટીની ઓફિસનુ ગેરકાયદેસર બાંધકામ દેખાતું નથી...

કારેલીબાગમા આવેલ પારુલ યુનિવર્સિટીની ઓફિસ ઇમારત ઉપર ગેરકાયદેસર માર્જિનવાળા ભાગમાં લોખંડનું મહાકાય સ્ટ્રક્ચર ગેરકાયદેસર દબાણ તેમજ બાંધકામ કરી દેવાયું છે. જો કે આ ગેરકાયદેસર સ્ટ્રકચરને હટાવવા પાલિકાની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. તાજેતરમાં વડોદરા શહેરમાં વરસેલા વરસાદમાં અનેક સ્થળોએ હોર્ડીંગ્સ ધરાશાયી થયા હતા ત્યારે આગામી ચોમાસા પહેલા આ મહાકાય સ્ટ્રકચરને હટાવવું ખુબ જ જરુરી છે. આ સ્ટ્રકચર જો ચોમાસામાં તૂટી પડશે તો મોટી દૂર્ઘટના સર્જાઇ શકે છે. હજું પણ આ સ્ટ્રકચર હટાવાયું નથી. આ ગેરકાયદેસર બાંધકામને દુર કરવા નોટિસો આપેલી છે.એવુ ફોનપર જણાવેલ હોવા છતાં અને આ ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની ફાઈલ કમિશનર પાસે મંજૂરી માટે મુકેલ હોવાનું મૌખિક ટેલીફોનિક જણાવવા જણાવેલું તેમ છતાં આજ દિન સુધી આ ગેરકાયદેસર બાંધકામ એક વર્ષ થયા પણ દૂર કરેલ નથી. ગેરકાયદેસર બાંધકામ ભયજનક સ્થિતિમાં હોય કારણ કે વાવાઝોડું વરસાદ આવે અને મેઇન રોડ ઉપર હોય તેથી ત્યાંથી ચાલતા રાહદારીઓ પર પડે અને કોઈપણ જાન કે માલ ને નુકસાન થાય તેની જવાબદારી કોની? ટીડીઓ પરિમલ પટણીને ગેરકાયદેસર બાંધકામ સંદર્ભ વારંવાર જાણાવવા છતાં એક વર્ષ થયેલ હોવા છતાં પારુલ યુનિવર્સિટીની ઓફિસનુ ગેરકાયદેસર બાંધકામ હજુ પણ દૂર કરેલ નથી.
પરિમલ પરિમલ પટણીની કામગીરી એકને ગોળ અને બીજાને ખોળ એવી કામગીરી હાલમાં કરી રહ્યા છે. ગેરકાયદેસર બાંધકામ કરનાર માલદાર અથવા વગદાર હોય તો એને નોટિસો પણ આપતા નથી અને નોટિસો આપવામાં આવેલ હોય તો બાંધકામ દૂર કરતા નથી. અને નાના અને ગરીબ માણસોનું ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક નોટિસ આપી અને બાંધકામો દૂર કરે છે. કારેલીબાગ પારુલ યુનિ. ઓફિસ મહાકાય સ્ટ્રકચરને નોટિસ આપેલ છે. ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાયૅવાહી ટુક સમયમાં કરવામાં આવશે. એવુ ટી.ડી.ઓ. પરિમલ પટણીએ જણાવ્યું હતું. શહેરના કારેલીબાગ વિસ્તારમાં પારુલ ઝોન તરીકે પ્રખ્યાત ઇમારત ઉપર ગેરકાયદેસર રીતે લોખંડનું મહાકાય સ્ટ્રક્ચર બનાવી દેવામાં આવ્યું છે. અગાઉ મહાનગરપાલિકા બાંધકામ પરવાનગી શાખા દ્વારા તેને નિયમ મુજબની નોટિસ પાઠવી આ સ્ટ્રક્ચર દૂર કરવા માટે જણાવવામાં આવ્યું હતુ. ગેરકાયદેસર મહાકાય સ્ટ્રક્ચર સંદર્ભે ટી.ડી.ઓ. પરિમલ પટની સાથે મોબાઈલ પર સંપકૅ કરતા જણાવેલ કે મહાનગર પાલિકા વડોદરા ના બાંધકામ પરવાનગી શાખા દ્વારા મહાકાય સ્ટ્રકચરને દૂર કરવાની નિયમ મુજબની નોટિસ આપવામાં આવેલ છે. સદર ગેરકાયદેસર બાંધકામ દુર કરવા મ્યુનિસિપલ કમિશનરની આખરી મંજુરી માટે કાયૅવાહી શરુ કરેલ છે.અને આખરી મંજૂરી મળી ગઈ છે. પારુલ ઝોનના મહાકાય સ્ટ્રકચરને અત્રેની શાખા દ્વારા દૂર કરવાની અંગેની કાયૅવાહી ટુક સમયમાં દુર કરવામાં આવશે તેવો દાવો કરાયો હતો પણ આજ દિન સુધી આ સ્ટ્રકટર હટાવાયું નથી.
Reporter: admin