News Portal...

Breaking News :

પાક.નો અંકુશ રેખા પર સતત ત્રીજા દિવસે ગોળીબાર ભારતીય સૈન્યે જડબાતોડ જવાબ આપ્યો

2025-04-28 10:23:03
પાક.નો અંકુશ રેખા પર સતત ત્રીજા દિવસે ગોળીબાર ભારતીય સૈન્યે જડબાતોડ જવાબ આપ્યો


શ્રીનગર: પહલગામમાં આતંકી હુમલાના પગલે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ પર છે. આવા સમયે પણ પાકિસ્તાનના સૈન્યે અંકુશ રેખા પર સતત ત્રીજા દિવસે ગોળીબાર ચાલુ રાખ્યો છે. ભારતીય સૈન્યે તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. 


બીજીબાજુ ભારત પૂર્ણ સ્તરનું યુદ્ધ કરી શકે છે તેવો ડર પાકિસ્તાનને સતાવી રહ્યો છે, જેના પગલે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ઈમર્જન્સી લાગુ કરી દેવાઈ છે અને સ્વાસ્થ્ય કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. પાકિસ્તાન એલઓસી પર સૈન્ય ખડકી રહ્યું છે. દરમિયાન એનઆઈએ પહલગામ હુમલાની તપાસ શરૂ કરી છે, જેમાં અનેક ઘટસ્ફોટ કરવામાં આવે તેવી શક્યતા છે.જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે આકરું વલણ અપનાવતા સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરવા સહિત અનેક પગલાં લીધા છે. પહલગામમાં આતંકીઓએ નામ પૂછીને હિન્દુઓની ક્રૂરતાપૂર્ણ હત્યા  કરતાં ભારત સરકાર મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. 


ભારત પાકિસ્તન સાથે પૂર્ણ સ્તરનું યુદ્ધ શરૂ કરી શકે છે તેવા ડરથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે.પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ના તંત્રે કટોકટી લાદવાની જાહેરાત કરી છે અને સ્વાસ્થ્ય કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. ૨૫ એપ્રિલે ઝેલમ વેરીના સ્વાસ્થ્ય નિર્દેશાલયે જાહેર કરેલા આદેશમાં 'ઈમર્જન્સી સ્થિતિ'નો હવાલો અપાયો છે. બધી જ હોસ્પિટલો અને સ્વાસ્થ્ય યુનિટ્સમાં તબીબી કર્મચારીઓને પોતાની ફરજની જગ્યા પર તૈનાત રહેવા નિર્દેશ આપ્યો છે. પાકિસ્તાનમાં દવાઓનો સ્ટોક પણ કરવામાં આવી રહ્યો છે. પીઓકેના સરકારી તંત્રમાં જે પ્રકારનો ગભરાટ જોવા મળી રહ્યો છે તેની ભારતીય સુરક્ષા એજન્સીઓએ પણ નોંધ લીધી છે.

Reporter: admin

Related Post