નવીદિલ્હી : ભારતીય સેનાએ બુધવાર તા. ૭ મે ૨૦૨૫ના દિવસે ઓપરેશન સિંદૂર દ્વારા પી.ઓ.કે. અને પાકિસ્તાનમાં પણ રહેલા આતંકવાદીઓના કુલ ૯ અડ્ડાઓ તોડી પાડયા છે.
ઓપરેશન સિંદૂર દ્વારા પ્રતિબંધિત તેમાં ત્રાસવાદી જૂથો લશ્કર-એ-તૈય્યબા(એલ.ઇ.ટી.) અને જૈશ-એ-મોહમ્મદ (જે.ઇ.એમ)ના ૯૦ જેટલા આતંકવાદીઓનો પણ ખાત્મો કર્યો છે.એપ્રિલ-૨૨ના દિને જમ્મુ અને કાશ્મીરમાં રહેલા ૨૬ નિર્દોષ સહેલાણીઓની આતંકી જૂથોેએ કરેલી હત્યાના સમાચારોને પણ વૈશ્વિક મીડીયાએ વ્યાપક કવરેજ આપ્યું હતું.આ પછી મંગળ-બુધવારની રાત્રીએ ભારતે કરેલા પ્રચંડ હવાઈ હુમલા-ઓપરેશન સિંદૂરને વિશ્વભરના મીડીયાએ વ્યાપક કવરેજ આપ્યું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સે હેડલાઈન આપી હતી.
ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો. સી.એન.એને જણાવ્યું કે ભારત-પાકિસ્તાન વ્યાપક યુદ્ધની કગાર પર છે.ન્યૂયોર્ક ટાઈમ્સે તો ઓપરેશન સિંદૂરને ભારત-પાકિસ્તાન વચ્ચેની તીવ્ર તનાતની સમાન કહેતાં લખ્યું કે ભારતે આ હુમલા કરતાં પૂર્વે અમેરિકાને જાણ કરી હતી. આ દ્વારા તેણે વૈશ્વિક વિરોધ (ઓપરેશન સિંદૂર સામે) ઊભો ન થાય તે પણ સુનિશ્ચિત કરી લીધું હતું.
Reporter: admin