વડોદરા : આજે પયગમ્બર હઝરત મહમ્મદ સાહેબનો જન્મદિવસ હોઈ ઠેર ઠેર ઝુલુસ કાઢીને અમન અને શાંતિનો સંદેશો આપવા મુસ્લિમોનો પવિત્ર પર્વ ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે વડોદરા શહેરમાં રહેતા મુસ્લિમ બિરાદરો એ વિવિધ વિસ્તારોમાં પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરી હતી.આજે મુસ્લિમ બિરદારોનો પવિત્ર પર્વ ઈદેમિલાદના પર્વ નિમિત્તે શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં ઠેર ઠેર ઝૂલૂસ કાઢવામાં આવ્યા હતા.જેમાં ધર્મગુરુ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.
ડીજે અને અમન્વશાંતિનો સંદેશો આપતા પોસ્ટરો અને ઝંડાઓ સાથે ઝુલુસ નીકળ્યા હતા. શહેરના વાડી, નગરવાડા, માંડવી, ફતેપુરા, તાંદળજા, બદામડી બાગ, વિસ્તારમાં મુસ્લિન યુવાનો યુવતીઓ, નાના બાળકો અને વડીલો ઝૂલસમાં સહભાગી થઈને મહંમદ પયગંબર સાહેબના અમન અને શાંતિના સંદેશો આપ્યો હતો. ન્યાયમંદિર ખાતે ખાનકાએ રફાઈ કમાલુદ્દીનબાવા દ્વારા જન્મદિવસની કેક કાપવામાં આવી હતી.
Reporter: admin