આગામી 20 માર્ચે ગુરુવારે સામાન્ય સભા યોજાશે
સામાન્ય સભામાં ફાયર બ્રિગેડમાં મંજુર કરવામાં આવેલ સ્ટેશન ઓફિસર ફાયર વર્ગ 3ની જગ્યામાં સીધી ભરતી અને આંતરીક પસંદગી કરવામાં આવી હતી જે મુજબ આંતરિક પસંદગી ની હાલતમાં લાયકાતમાં સુધારો કરવાની દરખાસ્ત કરાઇ છે તો આ જ પ્રકારે ડિવીઝનલ ફાયર ઓફિસરની આંતરીક પસંદગીની હાલની લાયકાતમાં પણ આંશિક સુધારો કરવાની દરખાસ્ત કરાઇ છે.
આ સાથે પાલિકામાં કાર્યપાલક ઇજનેક મિકેનીકલની સીધી બરતીની બિનઅનામત 1 ખાલી જગ્યા પર ચકાસણી સમિતીને લાયક જણેલ ઉમેદવારને કોર્પોરેશન દ્વારા 2 વર્ષ અજમાયશી નિમણુક આપવા તથા પ્રતિક્ષાયાદીને 2 વર્ષ સુધી અમલમાં રાખવા મંજૂરી આપવાની પણ દરખાસ્ત કરાઇ છે તો આ જ પ્રકારે કાર્યપાલક ઇજને ઇલેકટ્રીકલને પણ 2 વર્ષ અજમાયશી નિમણુક આપવા તથા પ્રતિક્ષાયાદીને 2 વર્ષ સુધી અમલમાં રાખવા મંજૂરી આપવાની દરખાસ્ત સભામાં કરાઇ છે. આ જ રીતે કાર્યપાલક ઇજનેર સિવીલમાં પણ દરખાસ્ત કરાઇ છે. કોર્પોરેશન દ્વારા આ જગ્યાઓ પર જે પણ ભરતી કરે તેમાં યોગ્ય ઉમેદવારને તક મળે, નિમણુંક પહેલા પસંદગી થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રો યોગ્ય રીતે ચકાસાય તે જરુરી છે. નહીંતર તાજેતરમાં ભરતીમાં જે વિવાદ બહાર આવ્યા છે તેનું જ પુનરાવર્તન થઇ શકે છે.
કાર્યપાલક ઇજનેર પ્રમોદ સી વસાવા સામે નોંધાયેલ પોલીસ કેસમાં થયેલી તપાસમાં વસાવા સામે મુકાયેલ 2 આક્ષેપ પૈકી એક સંપુર્ણપણે સાબિત થયો છે જ્યારે બીજો આરોપ અંશત સાબિત થયો છે જેથી નિયમો મુજબ કાર્યવાહી કરવા કમિશનરને સત્તા આપવા મંજૂરી આપવા બાબતઉપરાંત શહેરમાં ઉમેરાયેલા સાત ગામોના ગ્રામ પંચાયતના કર્મચારીઓને મહાનગરપાલિકામાં સમાવેશ કરવા સહિતની બાબતોને મુકવામાં આવી છે. આ ઉપરાંત સુભાનપુરામાં બનાવાયેલ બિલ્ડીંગ મેડીકલ સેન્ટર માટે કમિશનરે કરેલી ભલામણ મુજબ વિસમીત ફાઉન્ડેશન ટ્રસ્ટને નો પ્રોફીટ નો લોસના ધોરણે કરવાની રજુઆતને સૈધ્ધાંતિક મંજૂરી આપવાનો અભિપ્રાય આપ્યો છે જેથી આ બિલ્ડીંગ તથા ચાર સીએચસી હોસ્પિટલ પૈકી કોઇ પણ એક હોસ્પિટલમાં વિસમીત ફાઉન્ડેશનને આરોગ્યલક્ષી સેવા કરવાની મંજૂરી આપવા અભિપ્રાય આપેલો હોવાથી આ ટ્રસ્ટ પાસેથી કોઇ પણ પ્રકારનું ભાડુ લેવાનું રહેશે નહી અને આરોગ્યલક્ષી કોઇ પણ સેવાઓ કોઇ પણ સંસ્થા કરવા માગતી હોય તો માંગણીનો નિર્ણય આરોગ્ય સમિતી મારફત સ્થાયી તથા સભાની મંજુરી લેવાની રહેશે તેટલા ફેરફારથી મંજૂર કરવા અભિપ્રાય આપેલો હોવાથી તેને મંજુરી આપવાની દરખાસ્ત કરાઇ છે.
Reporter: admin