News Portal...

Breaking News :

જીતની ઉજવણીમાં મારામારી કરનારા 10 ઝડપાયા , પોલીસે કાન પકડાવ્યા

2025-03-12 10:07:35
જીતની ઉજવણીમાં મારામારી કરનારા 10 ઝડપાયા , પોલીસે કાન પકડાવ્યા


ગત રવિવારે દુબઇમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતનો ભવ્ય વિજય થયા બાદ જીતની ઉજવણી કરવા મોટી સંખ્યામાં લોકો માંડવી પાસે ભેગા થયા હતા. તે દરમિયાન બે અલગ અલગ જૂથો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા જાહેરમાં બંને જૂથના યુવકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. 


પોલીસે જાહેરમાં મારામારી કરી સુલેહ અને શાંતિનો ભંગ કરનાર 12 યુવકો સામે ગુનો નોંધીને 10 આરોપીની ધરપકડ કરી છે અને તેમના કાન પકડાવ્યા હતા.વાડી પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે પોલીસે જ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, 9 માર્ચના રોજ ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી આવીને લોકો માંડવી ગેટ પાસે આવીને ભારત ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં વિજય બન્યાની ખુશી મનાવી રહ્યા હતા, તે દરમિયાન કેટલાક શખ્સોએ અંદરો અંદર જાહેરમાં છુટા હાથની મારામારી કરી હતી. જેનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોની ખરાઇ કરતા બનાવ રાત્રિના 10:30થી 11:30 વાગ્યાની માંડવી ગેટથી ગેંડીગેટ વચ્ચે સરૈયા નાથાલાલ એન્ડ સન્સ તથા સરૈયા બધર્સ નામની દુકાનની આગળ બન્યો હોવાનું જણાઈ આવ્યું હતું.


વીડીયોમાં દેખાતા શખ્સોની તપાસ કરતા તેમાં અનિકેત ઉર્ફે બુચીયો પ્રકાશભાઈ ચુનારા (રહે. વિઠ્ઠલવાડીની ઝુપડપટ્ટી, વડોદરા), પ્રેમ કહાર, પપ્પુ કહાર (રહે.દાંડીયા બજાર, વડોદરા), પવન સુનીલભાઈ ચુનારા (રહે.ડભોઇયા પોલીસ ચોકી પાસે, ચુનારાવાસ, વડોદરા), સચીન શાંતીલાલ ચુનારા (રહે. ડભોઇયા પોલીસ ચોકી પાસે ચુનારાવાસ, વડોદરા), હર્ષ ઉર્ફે બંબુ નયનભાઇ ચુનારા (રહે.બરાનપુરા, પેટ્રોલ પંપની સામે, વિઠ્ઠલવાડી, વડોદરા), અક્ષત વિષ્ણુભાઈ કહાર (રહે.શાંતીવન સ્કુલની પાછળ માળી મોહલ્લો, વડોદરા), પિયુષ સુરેશભાઈ કહાર (રહે.પાણીગેટ હરણખાના રોડ કહાર મોહલ્લો, વડોદરા), મુરલી પોપટભાઇ કહાર (રહે પાણીગેટ ભોઇવાડા રાજુ પેઇન્ટરની ગલી, વડોદરા), ધર્મેદ્ર ઉર્ફે સુનીલ ગંગાદીન કહાર, રૂદ્ર રમેશભ ઇ વણઝારા (રહે.આકાશવાણી, વુડાના મકાન, વડોદરા), કમલેશ શંકરભાઈ ચુનારા (રહે.ગાજરાવાડી, વડોદરા) તથા અન્ય ઇસમો જણાયા હતા. જેથી પોલીસે  મારામારી કરનાર 10 આરોપીની ધરપકડ કરી છે અને આમ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Reporter: admin

Related Post