News Portal...

Breaking News :

અવનવી વાનગી : ગળ્યું અથાણું બનાવવાની રીત

2025-06-06 11:04:15
અવનવી વાનગી : ગળ્યું અથાણું બનાવવાની રીત


સામગ્રીમાં 3 કિલો કેરી, 1 ચમચી હળદર, 100 ગ્રામ મેથીની દાળ, 200 ગ્રામ રાઈની દાળ, 3 ચમચી મરચું, ચપટી હિંગ, 2 કિલો ગોળ, 250 ગ્રામ ખારેક, 400 મિલી સરસીયુ, 1 કિલો ખાંડ અને મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.




રાજાપુરી કેરી ધોઈને છાલ સાથે ટુકડા કરવા. ગોટલાથી નજીક ચારે બાજુ કાપવી. તેમાં મીઠુ અને હળદર નાખી બે દિવસ રહેવા દેવું. પછી ટુકડા કપડા ઉપર પહોંડા કરવા. એક કથરોટ વચ્ચે મીઠુ, તેના ફરતે મેથીની દાળ, પછી રાઈની દાળ, તેને ફરતે થોડુ મરચું, હળદર,  હિંગ ઉમેરવા. સરસીયુ ગરમ કરી કથરોટમાં વચ્ચે મૂકવું. બધો મસાલો ભેગો કરવો. 



મસાલો ઠંડો પડે એટલે ગોળનો ભૂકો, ખાંડ, મરચું અને કેરીના ટુકડા નાખવા. અઠવાડિયા સુધી મૂકી પછી બરણીના ભરવું. મીઠુ અને હળદર જે પાણી રહે તેમાં ખારેકને ડિન્ટા કાઢીને નાખવી. બરાબર ફૂલી જાય એટલે ઠડીયા કાઢી ઉભી ચીરી કરી અથાણાં માં ઉમેરવી.

Reporter: admin

Related Post