News Portal...

Breaking News :

મ્યુનિસિપલ કમિશનર રાણાજી જીપીએમસી એક્ટને પણ ઘોળીને પી ગયા, હંગામી નિમણુંકોમાં સ્ટેન્ડિગની મંજ

2025-03-04 10:22:24
મ્યુનિસિપલ કમિશનર રાણાજી જીપીએમસી એક્ટને પણ ઘોળીને પી ગયા, હંગામી નિમણુંકોમાં સ્ટેન્ડિગની મંજ


વડોદરા કોર્પોરેશનમાં મ્યુનિસીપલ કમિશનર દિલીપ રાણાજીની મનમાની હવે વધી રહી છે. તેમના રાજમાં થયેલી ભરતીમાં એક તરફ શંકા સેવાઇ રહી છે ત્યારે બીજી એક ચોંકાવનારી માહિતી મળી રહી છે કે વડોદરા કોર્પોરેશનનું  આખુ તંત્ર અત્યારે હવાલા પર ચાલી રહ્યું છે. એટલે કે મોટા અધિકારીથી માંડીને વોર્ડ લેવલ સુધી ઇન્ચાર્જ અધિકારીઓ જ ફરજ બજાવી રહ્યા છે. વર્ષોથી આ અધિકારીઓ ઇન્ચાર્જનો હવાલો સંભાળે છે.જીપીએમસી એક્ટ કલમ 53ની પેટા કલમ 1 અને 3માં  સ્પષ્ટપણે લખેલું છે કે સ્ટેન્ડિગ કમિટીની મંજૂરી વગર કમિશનર 6 મહિના કરતા વધુ સમય માટે કોઇ અધિકારીને ઇન્ચાર્જમાં રાખી શકશે નહી. જીપીએમસી એક્ટ કલમ 53ની પેટા કલમ 1 અને 3માં માં સ્પષ્ટપણે લખાયેલું છે કે કમિશનર  કોઇ પણ પ્રકારની હંગામી નિમણુક 6 મહિના કરતા વધુ સમય માટે કરી શકાશે નહી અને તે માટે પણ સ્ટેન્ડિગ કમિટીની મંજૂરી ખાસ લેવી પડશે. જો કે કમિશનર દિલીપ રાણાજી નિયમોના તો ધજાગરા ઉડાવામાં એકસપર્ટ છે. તેમણે મનમાની કરીને તમામ નીતિ નિયમો તોડી નાખ્યા છે અને જીપીએમસીએક્ટનો જ છેદ ઉડાડી દઇને હંગામી નિમણુકોની ભરમાર કરી દીધી છે. અત્યારે હાલત એવી છે કે  આખુ શહેર અત્યારે ઇન્ચાર્જ અધિકારીઓના સહારે જ ચાલી રહ્યું છે. વડોદરા પાલિકા હાલ ઇન્ચાર્જ અધિકારીઓ પર ચાલી રહ્યું છે. ઇન્ચાર્જ અધિકારીઓના ભરોસે વડોદરામાં કેવો વહિવટ થાય તે તમામ કલ્પી શકો છો. ચોખ્ખુ જોવા મળી રહ્યું છે કે જીપીએમસી એક્ટ મુજબ ઇન્ચાર્જનો હવાલો માત્ર 6 મહિના સુધી જ સોંપી શકાય છે અને તેમાં પણ સ્ટેન્ડિગ કમિટીની મંજૂરી હોવી જરુરી છે પણ  મ્યુનિસીપલ કમિશનર તેમની સત્તાનો દુરપયોગ કરી રહ્યા છે. તેમણે ખોટી રીતે આ એક્ટનો દુરપયોગ કરી રહ્યા છે. પોતાના પાવરનો ઉપયોગ કરીને તેમણે કોર્પોરેશનમાં બેફામપણે કોર્પોરેશનના જ સીધી ભરતીના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરેલો છે તેમ હવે રાણાજી મન ફાવે એટલો ઇન્ચાર્જનો હવાલો અધિકારીઓના માથા પર મારી રહ્યા છે . અધિકારી પાસે જેટલા ઇન્ચાર્જના હવાલા હશે તેટલી તેની કાર્યક્ષમતા પર અસર થશે અને પાલિકાના કામોમાં પણ તેની અસર વર્તાશે પણ કમિશનર રાણાજી કોઇનું સાંભળતા ટેવાયેલા નથી. તેઓ પોતે જ સરકાર હોય તેમ મનસ્વીપણે વર્તી રહ્યા છે અને ઇન્ચાર્જ અધિકારીઓના કેસમાં પણ તેઓ મનસ્વીપણે વર્તીને ઇન્ચાર્જનો હવાલો સોંપી રહ્યા છે. રાણાજીના વહિવટ કરવાના પોતાના નિયમ અને કાયદા છે અને તેઓ સરકારના બનાવેલા કાયદાઓની ઉપરવટ જઇને પોતે બનાવેલા નિયમો અને કાયદાનું પાલન કરી રહ્યા છે અને પાલિકાના અન્ય અધિકારીઓ પાસે પણ પોતાના જ બનાવેલા નિયમોનું પાલન કરાવી રહ્યા છે અને તેથી જ કોર્પોરેશનનો વહિવટ ખાડે ગયો છે. હવાલાઓથી ચાલતા કોર્પોરેશનમાં અધિકારીને કામ કરવાનો મોકો પણ ના મળે તે સ્વાભાવિક છે. એક અધિકારી કેટલી તરફ ધ્યાન રાખી શકે તે એક સવાલ છે પણ રાણાજીના કાયદા મુજબ જ શહેરનું કોર્પોરેશન ઇન્ચાર્જોથી ભરેલું છે. આ ખતરનાક છે. ઇન્ચાર્જ અધિકારીઓ કેવી રીતે કામ કરી શકે. અને તેથી જ ઇન્ચાર્જમાં રહેલા કોઇ અધિકારીએ જો મોટા નિર્ણયો લીધેલા હોય તો તે રદ કરવા જોઇએ કારણ કે તે ભૂલભરેલા હોઇ શકે છે અને સરકારના નિયમો મુજબ પણ હોઇ શકે છે. 6 મહિનાથી વધુ સમય માટે કોઇ અધિકારીને હવાલો સોંપી શકાય નહી પણ વડોદરા કોર્પોરેશનમાં તમને કમિશનર રાણાજીની કૃપાથી વર્ષોથી હવાલો સંભાળતા એક નહીં પણ અનેક અધિકારી જોવા મળી શકે છે તેમાં ઉચ્ચ અધિકારીઓથી માંડીને વોર્ડ લેવલ સુધીના અધિકારીઓનો સમાવેશ થાય છે. હવાલામાં ચાલી રહેલા આ અધિકારીઓ કેવા નિર્ણયો લે છે તે વડોદરા શહેરની જનતા જુએ છે. આ રીતે જ આવા હવાલા અધિકારીઓના કારણે જ વડોદરા શહેરની જનતા છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વામિત્રીના પૂરનો ભોગ બની રહી છે. ઠેર ઠેર કૌંભાડો જોવા મળે છે અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો મનફાવે તે રીતે નીતિનિયમોનું ઉલ્લંઘન કરીને કામોમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. વડોદરા કોર્પોરેશન હવે હવાલા કોર્પોરેશન બની ગયું છે. કદાચ રાજ્યમાં એવી કોઇ મહાનગરપાલિકા નહીં હોય જ્યાં ઉપરના લેવલથી માંડીને નીચેના લેવલ સુધીના અધિકારીઓ હવાલા ધરાવતા હોય. આ બધુ કમિશનર રાણાજીની મનમાનીના કારણે થઇ રહ્યું છે. 







ઇન્ચાર્જ અધિકારીઓના ગેરવહિવટનો ભોગ બન્યુ વડોદરા
હવાલામાં રહેલા અધિકારીઓ પોતાના જ વિભાગનું પુરતુ ધ્યાન આપી શકતા ના હોય તો અન્ય હવાલાનો વિભાગોમાં કઇ રીતે પુરતુ ધ્યાન આપી શકે તે સવાલ છે. પણ વડોદરા કોર્પોરેશનમાં તો હવાલાવાળા અધિકારીઓની ભરમાર રહી છે..
 

પાલિકા આખુ ઇન્ચાર્જ અધિકારીઓ પર ચાલી રહ્યું છે.
 ઇન્ચાર્જ સીટી એન્જિનિયર - અલ્પેશ મજમુદાર 
( ડે.કમિશનર દક્ષિણ ઝોન )
 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર.- સુરેશ તુવેર 
 વિજિલન્સ ઓફિસર, પ્રોજેક્ટ ઓફિસર  
ટાઉન પ્લાનિંગ શાખા
 ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર  પરિમલ પટની 
(ટી. પી., બી. પી.)
 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર - મહિપાલ ઝાલા 
(ઉત્તર ઝોન )
આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર - શૈલેષભાઈ પંચાલ
(પૂર્વ ઝોન )
આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર - વિજય કુમાર સોલંકી 
(પશ્ચિમ ઝોન )
આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર - મહિપાલ ઝાલા 
(દક્ષિણ ઝોન ), વસ્તી ગણતરી અધિકારીઓ 
 ઝૂ કયુરેટર & ઇન્ચાર્જ ડાયરેક્ટર ( પ્લેનેટોરિયમ )
 એડિશનલ સીટી એન્જિનિયર (ડ્રેનેજ )- રવિ પંડીયા 
(કાર્યપાલક ઈજનેર બ્રિજ પ્રોજેક્ટ )
એડિશનલ સીટી એન્જિનિયર - ધાર્મિક દવે 
(પાણી પુરવઠા )



 કાર્યપાલક ઇજનેર ઉત્તર ઝોન - પ્રશાંત જોશી 
કાર્યપાલક ઇજનેર પૂર્વ ઝોન- નિલેશ પરમાર 
કાર્યપાલક ઇજનેર દક્ષિણ ઝોન, બિલ્ડીંગ પ્રોજેક્ટ, NULM પ્રોજેક્ટ, અનુપ પ્રજાપતિ 
 કાર્યપાલક એન્જિનિયર - કૌશિક પરમાર
( ઇલેક્ટ્રિકલ,મિકેનિકલ અને સૂએજ )
કાર્યપાલક એન્જિનિયર- ભરત રાણા
(સ્ટ્રીટ લાઈટ)
કાર્યપાલક એન્જિનિયર- કશ્યપ શાહ 
( સોલિડ વેસ્ટ)
કાર્યપાલક એન્જિનિયર-હેમલસિંહ રાઠોડ 
( પાણી પુરવઠા વિતરણ )
કાર્યપાલક એન્જિનિયર- વસંત સિંગલ
( એફોર્ડેબલ હાઉસિંગ, ઝૂ, પાર્કસ એન્ડ ગાર્ડન )
કાર્યપાલક એન્જિનિયર- જતન બધેકા 
( પાણી પુરવઠા, ઇલેક્ટ્રિકલ મિકેનિકલ )
કાર્યપાલક એન્જિનિયર - દર્શન મહેતા 
( પશ્ચિમ ઝોન - વોર્ડ 10,11,12)
કાર્યપાલક એન્જિનિયર- ભાર્ગવ પંડિત
( રોડ પ્રોજેક્ટ, પૂર્વ અને ઉત્તરઝોન )
કાર્યપાલક એન્જિનિયર- લક્ષ્યાંક નેદરીયા 
(ડ્રેનેજ પ્રોજેક્ટ )
કાર્યપાલક એન્જિનિયર- હેતલ રૂપાપરા
( રો પ્રોજેક્ટ, પશ્ચિમ અને દક્ષિણ )

સામાન્ય વહીવટ વીભાગ 
  પસોનલ ઓફિસર - તરુણ શાહ 
 તાલીમ અધિકારી- દેવાગ ભટ્ટ 
 વસ્તી ગણતરી સેલ 
 સેન્સસ ઓફિસર -શમિક જોશી 


વોર્ડ ઓફિસર 
વોર્ડ 1 - દિગેશકુમાર દામોર 

વોર્ડ 2- સુરેશ મકવાણા
વોર્ડ 8 - વિજય સોલંકી
વોર્ડ 13- ભીમા વસાવા 
વોર્ડ 15- પરાગ મોદી 
વોર્ડ 19- જયેશ ગોહિલ
 દબાણ અને સિક્યુરિટી શાખા 
 સિક્યુરિટી ઓફિસર - રાજેશ મેકવાન 
( પૂર્વ અને દક્ષિણ l
 એન્ક્રો. રીમુવલ ઓફિસર, એન્ક્રો,ઇન્સ્પેક્ટર - દેવુભા ગોહિલ 
( ઉત્તર -પશ્ચિમ )
સેન્ટ્રોલ સ્ટોર્સ 
 સ્ટોર્સ સુપ્રીટેન્ડન્ટ - હર્ષિત શાહ 
 પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ લેબોરેટરી
કેમિસ્ટ - શૈલેષ ગામીત


 જમીન મિલકત શાખા
 જમીન મિલકત અમલદાર, તથા જમીન મિલકત અમલદાર ટીપી - ઘનશ્યામ મોરધરા 
 જમીન મિલકત અમલદાર ( કોમર્શિયલ )- વિક્રમ વસાવા 
 ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ 
 નાયબ કાર્યપાલક ઇજનેર - અમરીશ પટેલ 

યુ. સી  ડી. પ્રોજેક્ટ 
પ્રોજેક્ટ ઓફિસર -જીતેન્દ્ર બારોટ 
આરોગ્ય વિભાગ ( પૂર્વ ઝોન )
હેલ્થ ઓફિસર - ડો. રોમાબેન શાહ 
આરોગ્ય વિભાગ ( પશ્ચિમ ઝોન )
હેલ્થ ઓફિસર -ડો. સેજલ સોની 
આરોગ્ય વિભાગ ( ઉત્તર ઝોન )
હેલ્થ ઓફિસર -ડો. જય શ્રી ખુબચંદાની 
આરોગ્ય વિભાગ ( દક્ષિણ ઝોન )
હેલ્થ ઓફિસર -ડો. સીમાબેન ત્રિપાઠી 
જન્મ મરણ / લગ્ન નોંધણી કચેરી 
સબ રજીસ્ટ્રાર - હસમુખ પટેલ આઈ. સી. ડી. એસ. યોજના પોગ્રામ ઓફિસર (શહેરી ) તથા - અંબિકાબેન જયસ્વાલ 


જીપીએમસી એક્ટના નિયમનો ખુલ્લેઆમ ભંગ જીપીએમસીના એક્ટ મુજબ કોઇ પણ અધિકારીને 6 મહિનાથી વધુ સમય ઇન્ચાર્જ રાખી શકાતો નથી પણ વડોદરા કોર્પોરેશનમાં તો વર્ષોથી હવાલો સંભાળતા ઘણા અધિકારીઓ છે. જેથી જીપીએમસી એક્ટનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે.  આ નિમણુકોમાં સ્ટેન્ડિગ કમિટીની મંજુરી લેવામાં આવી છે કે કેમ અને લેવાઇ છે તો કેટલી નિમણુકોમાં મંજૂરી લેવાઇ છે તે પણ એક સવાલ છે. વર્ષોથી અધિકારીઓ અન્ય વિભાગના હવાલા સંભાળી રહ્યા છે. કમિશનર રાણાજી જીપીએમસી એક્ટનો દુરપયોગ કરી રહ્યા છે અને મનફાવે તે રીતે અધિકારીઓને હવાલાના ચાર્જ સોંપી રહ્યા છે અને તેની સીધી અસર કોર્પોરેશનના કામો પર અને કોર્પોરેશનના વહિવટ પર થાય છે. પ્રજાની સમસ્યા માટે અધિકારી સમય પણ ફાળવી શક્તા નથી કારણ કે તેમને ઇન્ચાર્જ વિભાગોમાં પણ ધ્યાન રાખવાનું હોય છે. નાગરીકો પણ પોતાની સમસ્યા માટે જ્યારે આ અધિકારીઓ પાસે જાય ત્યારે હવાલા અધિકારી હોવાના કારણે અધિકારીઓ નાગરીકોને મળતા નથી અને નાગરીકો પોતાની રજૂઆત પણ અધિકારીઓ  સમક્ષ કરી શકતા નથી. જેથી હવાલા કોર્પોરેશન હવે બંધ થવું જરુરી છે.

Reporter: admin

Related Post