ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુના ધર્મ પત્નીનું નિધન થયું છે. નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
મોરારીબાપુના પત્ની નર્મદાબેને ગઈ કાલે મોડી રાતે 1.30 વાગ્યે દેહ ત્યાગ કર્યો હતો. તેમના પાર્થિવદેહને તલગાજરજડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે.નર્મદાબેન સાથે મોરારી બાપુના લગ્ન વણોટ ગામે થયા હતા. તેમની અંતિમવિધિ આજે સવારે 9 વાગ્યે તલગાજરડા મુકામે યોજવામાં આવી છે. નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી અને બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો.
મોરારીબાપુના ધર્મ પત્નીએ નર્મદાબેને 75 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો છે. મોરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. આજે તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરવામાં આવી છે.તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પૂજય નર્મદાબેનના નિધનથી તલગાજરડા ગામ સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યું છે.
Reporter: admin