કરનાળી :આજ રોજ અજા એકાદશીને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે.

આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપો દૂર થાય છે અને ભક્તોને ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામમાં સ્થાન મળે છે.વ્રત કરનાર વ્યક્તિ સાંસારિક આસક્તિના બંધનોમાંથી પણ મુક્ત થઈ જાય છે અને તેની અંદરની બધી બુરાઈઓ દૂર થઈ જાય છે.

તેથી આજ રોજ લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા અને તેમના ધર્મ પત્ની મીના મહેતા ઘ્વારા યાત્રા ધામ કરનાળી કુબેર ભંડારી ખાતે દાદા ને પૂજા, અર્ચના અને અભિષેક કરી નગરજનો માટે પ્રાર્થના કરી આશીર્વાદ લીધા હતા.

Reporter: admin