સાવલી નગરમાં આવેલું કમળીયુ તળાવ ગંદકીથી ખદબદી ઉઠ્યું તથા નવીન બંધાયેલ સાવલી ફ્રુટ માર્કેટ ઉદ્ઘાટન પહેલા જ ફ્રુટ માર્કેટના બનાવેલ ઓટલા ઓ ઉપર ગાબડા જોવા મળ્યા.
સાવલી તાલુકામાં થોડાક દિવસ પહેલા સાવલી તાલુકાના પોઇચા કનોડા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 412 કરોડના ખર્ચે વિશાળ વિયરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પણ સાવલી નગરના વચ્ચોવચ આવેલું તળાવ ઉપર એક નજર નાખી હોત તો સાવલી નો વિકાસ કેટલો સારો છે તે જોવા મળત.તળાવની કોઈપણ જાતની કાળજી લેવામાં આવતી નથી અને કરોડોના ખર્ચે વિશાળ વિયર બનાવી સિંચાઈની વાતો કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું.
ત્યારે સાવલી નગરની અંદર આવેલ કમળીયુ તળાવનું કોઈપણ જાતનું બ્યુટીફિકેશન કે કોઈપણ જાતની સાફ-સફાઈ રાખવામાં આવતી નથી અને તળાવમાં ગંદકી જ ગંદકી અને જંગલી વનસ્પતિઓથી તથા ગંદકીઓનીઅને કચરાના ઢગલાઓથી ખદબદી ઉઠ્યું છે. સાવલીમાં ઘણા સમયથી નવીન બનાવેલ ફ્રુટ માર્કેટમાં કોઈ વેપારી પણ ફ્રુટ વેચવા બેસતું નથી અને નવીન બનાવેલ શાકમાર્કેટમાં તિરાડો જોવા મળી રહી છે. સાવલી વિપક્ષ નેતા હસમુખભાઈ પટેલે જણાવ્યું કે વિકાસના દાવા સાવલી ખાતે ખોટા સાબિત થઈ રહ્ય છે. ખાલી સરકારી નાણાઓનો વેડફાટ થઈ રહ્યો છે.
Reporter: admin