News Portal...

Breaking News :

મહારાષ્ટ્રના મીરા-ભાયંદરમાં ઓટો અને ટેક્સી ચાલક ડ્રાઈવરો માટે મરાઠી બોલવું ફરજિયાત

2026-04-09 10:03:02
મહારાષ્ટ્રના મીરા-ભાયંદરમાં ઓટો અને ટેક્સી ચાલક ડ્રાઈવરો માટે મરાઠી બોલવું ફરજિયાત


મુંબઈ : મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં મરાઠી ભાષા મુદ્દે અવાર-નવાર વિવાદ ચાલતો રહે છે, ત્યારે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે જેના કારણે આ વિવાદ વધુ વકરવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. 


વાસ્તવમાં મહારાષ્ટ્રના મીરા-ભાયંદરમાં ઓટો અને ટેક્સી ચલાવનારા ડ્રાઈવરો માટે મરાઠી બોલવું ફરજિયાત કરાયું છે. આ માટે સરકારે એક નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં ડ્રાઈવરોની ભાષા ક્ષમતાની તપાસ કરવામાં આવી રહી છે.વાસ્તવમાં રાજ્યમાં ઓટો રીક્ષા અને ટેક્સી ડ્રાઈવરોને મરાઠી ભાષા વાંચતા, લખતા અને બોલતા આવડે તે માટે સરકારે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને પ્રોજેક્ટની શરૂઆત મીરા રોડ અને ભાયંદર વિસ્તારમાંથી શરૂ કરવામાં આવી છે. આ બંને વિસ્તારમાં લગભગ 12000થી વધુ ડ્રાઈવરોની પરમિટ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી છે. 


જોકે આ વખતે માત્ર તેમના ડોક્યુમેન્ટ્ જ નહીં પરંતુ તેઓ મરાઠી ભાષા કેટલી જાણે છે, તેની પણ ખાતરી કરવામાં આવી રહી છે.ડ્રાઈવરો માટેનો આ પાયલોટ પ્રોજેક્ટ ‘ફરજિયાત મરાઠી પરીક્ષા’નો શુભારંભ છે. હવે ડ્રાઈવરોને મરાઠી વાંચતા, લખતા, બોલતા આવડવું જોઈએ. આ માટે તેમણે એક નાનો પકરો લખવાનો રહેશે અને મૌખિક ટેસ્ટ પણ આપવાની રહેશે. અગાઉ માત્ર સર્ટિફિકેટ અપાતા હતા, જોકે હવે ડ્રાઈવરોએ પોતાની આવડતર પણ દેખાડવી પડશે.

Reporter: admin

Related Post