News Portal...

Breaking News :

શ્રી છત્રપતિ શિવાજી કો-ઓપરેટિવ મંડળીની જાહેરાત, મતદાન કરનાર નાગરિકોને FD પર 0.5% અને લોન પર 1% રાહત

2026-07-18 12:56:46
શ્રી છત્રપતિ શિવાજી કો-ઓપરેટિવ મંડળીની જાહેરાત, મતદાન કરનાર નાગરિકોને FD પર 0.5% અને લોન પર 1% રાહત

માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈ મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અવસાન બાદ આગામી 30 તારીખે યોજાનારી પેટાચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી શ્રી છત્રપતિ શિવાજી કો-ઓપરેટિવ મંડળી લિમિટેડ દ્વારા પ્રોત્સાહક યોજના જાહેર કરવામાં આવી છે.

મંડળી દ્વારા “મતદાન કરો અને યોજનાનો લાભ લો” અંતર્ગત જાહેરાત કરવામાં આવી છે કે, માંજલપુર વિસ્તારના જે નાગરિકો મતદાન કરશે તેમને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર 0.5 ટકા અને લોન પર 1 ટકાની રાહત આપવામાં આવશે.

મતદાન કરનાર નાગરિકો મતદાનના દિવસથી આગામી 7 દિવસ સુધી આ યોજનાનો લાભ મેળવી શકશે. બંધારણીય હક એવા મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને પેટાચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય હોવાનું મંડળી દ્વારા જણાવાયું છે.

Reporter: admin

Related Post