News Portal...

Breaking News :

મંદિર નાનુને ભગત ઝાઝા: ફૂડ પેકેટ થોડા વહેંચનારા ઝાઝા

2024-07-27 11:36:55
મંદિર નાનુને ભગત ઝાઝા: ફૂડ પેકેટ થોડા વહેંચનારા ઝાઝા


રેલ સંકટ સમયે અસરગ્રસ્તોને નગર સેવકો અને સાથીદારો ફૂડ પેકેટનું વિતરણ કરતા હોય એવી એક તસવીર સોશિયલ મીડિયામાં ફરી રહી છે.એક ટેબલ પર મોટી કોથળીઓમાં ખાદ્ય સામગ્રી મૂકી છે.


આ પ્રદર્શન પીકચરમાં ખાદ્ય સામગ્રીનું પ્રમાણ થોડું અને વિતરણ કરનારાઓનું ટોળું મોટું હોય એવું દેખાય ત્યારે જૂની કહેવતને નવી રીતે કહેવાનું મન થાય કે ફૂડ પેકેટ થોડા અને વહેંચનારા ઝાઝા. બીજો એક વિરોધાભાસ એ છે કે ફૂડ પેકેટ લેવા આવેલા પીડિતોના ચહેરા પર વેદના છે.અને વહેંચનાર હસતા ચહેરે વિતરણ કરી રહ્યા છે.થોડોક વિવેક જરૂરી છે.મદદ કરો છો સારી વાત છે.


પણ જેમને મદદ કરી રહ્યા છો એ સંકટમાં છે.એનો આદર જાળવીને વિતરણ કરો તો સારું.આ મદદ આમ તો ભગવાનના પ્રસાદ જેવી ગણાય પરંતુ આરતી પછીના પ્રસાદ અને આ પ્રસાદમાં ભેદ રાખો.મંદિરનો પ્રસાદ લોકો હરખભેર માંગે છે. અહીં લેનારાઓની લાચારી છે.એટલે વિવેક રાખીને વિતરણ કરો.જાહેર જીવનમાં સ્થળ અને પ્રસંગનો વિવેક શીખવો પડે અન્યથા ટીકાનો ભોગ બનવું પડે.

Reporter: admin

Related Post