વડોદરા : માનસિક વિકૃત શખ્સે હદ વટાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેરમાં રસ્તે રખડતી ગાય સાથે દુષ્કૃત્ય કરનાર વિકૃત શખ્સને પકડીને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.

શહેરમાં શહેરમાં રસ્તે રખડતી ગાય સાથે દુષ્કૃત્ય કરનાર વિકૃત શખ્સને પકડીને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટનાથી જીવદયા પ્રેમીઓમા રોષ ફેલાયો હતો. બીજી તરફ લોકોએ પકડેલા આ ઈસમને કેટલાક લોકોનું ટોળુ આવીને છોડાવી ગયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરામાં રસ્તે રખડતી ગાય સાથે એક શખ્સે દુષ્કૃત્ય કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ શખ્સ માનસિક રોગી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ લોકોએ આ શખ્સને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, કેટલાક લોકોનું ટોળુ આવ્યું હતું અને આ યુવકને છોડાવીને લઈ ગયું હતું. વડોદરા શહેરના ગોરવા દશામાં ચાર રસ્તા પાસે રસ્તે રખડતી ગાય સાથે આ શખ્સે દુષ્કૃત્ય કર્યુ હતું. આ વિધર્મી યુવકને સ્થાનિક લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, 15થી 20 મહિલાઓનું ટોળુ આવીને આ શખ્સને છોડાવી ગયું હતું. એક જીવ દયા પ્રેમીએ કહ્યું હતું કે, આ માનસિક વિકૃત વિધર્મીએ બીજી વખત આવું કૃત્ય કર્યું છે. આ શખ્સ સામે ગોરવા પોલીસમાં અરજી આપવામાં આવી છે.
Reporter: admin