વડોદરા : ફતેગંજ પોલીસને માહિતી મળી હતી કે છાણી જકાતનાકા ડાઉન ટાઉન શોરૂમની સામે એક કાળા કલરની કિયા સેલટોસ કારમાં બેસીને સંજય બાબુભાઈ ચુનાવાલા હાલમાં ચાલતી બિગ બેસ્ટ 20-20 ક્રિકેટ મેચ પર ઓનલાઇન આઇડી પર ક્રિકેટનો સટ્ટો રમાડે છે.
જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા કિયા કંપનીને સોનેટ કાર મળી આવી હતી.કારમાં બેસેલા વ્યક્તિને નીચે ઉતારીને પૂછતા તેનું નામ સંજય બાબુભાઈ ચુનાવાલા રહેવાસી બજાર સમિતિ ફળિયુ વાઘોડિયા હોવાનું જણાવ્યું હતું તેની પાસેથી બે મોબાઈલ ફોન 11,830 રોકડા મળી આવ્યા હતા.
આઈ ડી અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે બે મહિના પહેલા વાઘોડિયા સમિતિ બજારમાં રહેતા ભરતભાઈ પાસેથી 14000માં ખરીદ્યો હતો. પોલીસે કાર મોબાઇલ મળી કુલ રૂપિયા 75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Reporter: admin