સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં પસાર થતા એક્સપ્રેસ હાઈવે પર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે માહિતીના આધારે

કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે કુલ ૧૨,૫૯,૨૮૦ ના મુદ્દા માલ સાથે એકની ધરપકડ કરીને જેલ ભેગો કર્યો...
જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ તેમજ હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિને નેસ્તો નાબૂદ થાય તે માટે સૂચનો આપવામાં આવેલા હતા અને પ્રોહિબિશનના કેસો શોધવા માટે નાકાબંધી તેમજ વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ કરનાર જણાઈ આવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ વિભાગ દ્વારા તમામ અધિકારીઓને સૂચનામાં આપવામાં આવેલી હતી તેના પગલે આજે સવારે જિલ્લા એલસીબી પી આઇ કૃણાલ પટેલ અને તેમની ટીમ દ્વારા વોચ પણ હતા ત્યારે બાતમી મળેલ કે એક સફેદ કલરની ક્રેટા કાર જેનો નંબર જી જે ૦૧ આર ઝેડ ૧૪૩૩ નો ચાલક ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ તરફથી વડોદરા શહેર તરફ એક્સપ્રેસ હાઈવે ઉપર થઈને આવનાર છે
તેવી બાતમીના આધારે એલસીબીની ટીમે એક્સપ્રેસ ટોલનાકા હાઈવે ઉપર અમદાવાદ વડોદરા ટ્રેક ઉપર એલસીબીના ટીમના જવાનો ની ટીમ વોચમાં હતી ત્યારે બાતમી વાળી કારને રોકીને કોર્ડન કરીને તપાસ કરી હતી જેમાં વિવિધ દારૂની બોટલો ૧૯૪૪ નંગ રૂપિયા ૭,૪૯ ,૨૮૦ તથા ક્રેટા કાર પાંચ લાખ રૂપિયા તેમજ મોબાઇલ ૧૦૦૦૦ રૂપિયા મળી કુલ ૧૨,૫૯,૨૮૦નો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો અને ક્રેટા કારના ચાલક મયુર બહાદુરસિંહ મીરોલા રહે 472 અમૃત નગર સમતા લક્ષ્મીપુરા વડોદરા ની ધરપકડ કરીને મંજુસર પોલીસને હવાલે કર્યો છે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે વિદેશી દારૂની હેરફેર કરતાં તત્વોમાં જિલ્લા એલસીબી ની રેડ ના પગલે ફફડાટ વ્યાપી ગયો છે.તસવીરમાં સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં જિલ્લા એલસીબીએ ઝડપેલ વિદેશી દારૂ નાં જથ્થાની તસવીરો નજરે પડે છે
Reporter: admin