વડોદરા : આગામી તારીખ 9થી 14 ફેબ્રુઆરી દરમિયાનમાં ઉત્તરાખંડના ખાટીમા ખાતે યોજાનાર 38મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના વિવિઘ રાજ્યોની ટીમ ભાગ લેવાની છે.
આજે ગુજરાતની મલખમ ટીમ ઉત્તરાખંડ ખાતે જવા વડોદરા રેલવે સ્ટેશનથી રવાના થઈ છે. ત્યારે ગુજરાતમાંથી માત્ર વડોદરાનાં ખેલાડીઓ સિલેક્ટ થયા છે, જેમાં મહિલા અને પુરુષ એમ બે ટીમ સાથે ત્રણ કોચની ટીમ રવાના થઈ છે.36માં નેશનલ ગેમ્સમાં બે ગુજરાતની ટીમ રમશે આ 38મી નેશનલ ગેમ્સ જ્યારે ઉત્તરાખંડના ખાટીમા ખાતે યોજવાની છે.
ત્યારે ઓપન એજ ગ્રુપ અંતર્ગત વડોદરાથી 9 વર્ષથી લઈ 28 વર્ષ સુધીના ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. આ નેશનલ ગેમ્સમાં ગુજરાતની બે ટીમો રવાના થઈ છે. ત્યારે આ ટીમનો હિસ્સો 36માં નેશનલ ગેમ્સ ઓલ ઇન્ડિયા બ્રોન્ઝ મેડાલિસ્ટ શોર્યજીત ખૈરે પણ ગુજરાત ટીમમાં સામેલ છે. ત્યારે ફરી એકવાર આ ટીમ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ફરી મેડલ મેળવશે તેવી આશા વ્યક્ત કરી છે.
Reporter: admin