શહેરના કપુરાઇ ચોકડીથી વાઘોડીયા ચોકડી વચ્ચે ચાઇ સુટ્ટા બાર નામની દુકાનની પાસે પાર્ક થયેલા કન્ટેનરમાં દારુ હોવાની બાતમી કપુરાઇ પોલીસને મળતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.
જો કન્ટેનરનો ચાલક કે માલિક મળી આવ્યો ન હતો પણ પોલીસે કન્ટેનરના દરવાજાનું લોક તોડીને તપાસ કરતાં તેમાંથી દારુની 1416 બોટલ (કિંમત 991200) મળી આવી હતી. કન્ટેનર રાજસ્થાન પાસીંગનું હોવાથી પોલીસે કન્ટેનર અને દારુ મળીને 19,91,200 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને તેના માલીક અને ચાલકની શોધખોળ શરુ કરી હતી.
Reporter: admin