ભરૂચ : અદાણી ફાઉન્ડેશન પશુપાલકો માટે ‘કામધેનુ’ સમાન સાબિત થઈ રહ્યું છે. કામધેનુ પ્રોજેક્ટ થકી લાભાર્થી ખેડૂતો દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારમાં પણ મબલખ કમાણી કરતા થયા છે. ભૌગોલિક અવસ્થા અને ઔદ્યોગિક પ્રદૂષણ વચ્ચે અહીંના પશુપાલકોને પારાવાર મુશ્કેલીઓ થતી હોય છે.
જો કે, વિપરીત પરિસ્થીતીઓમાં અદાણી ફાઉન્ડેશનની પહેલથી ખેડૂતો મબલખ કમાણી કરતા થયા છે.ભરૂચનો દહેજ વિસ્તાર ઔદ્યોગિક હોવાના કારણે ખેતી માટે અનુકૂળ નથી, વળી દરિયાકિનારા નજીક જમીનમાં ક્ષારનું પ્રમાણ વધુ હોવાથી તેમાં ઘાસચારો પણ થતો નથી. તેવામાં ખેડૂતો પશુપાલન કરવાનું ટાળતા રહે છે. જો કે, પ્રગતિશીલ પશુપાલક યોગેશભાઈ આહીરે દહેજમાં ડેરી ઉદ્યોગ થકી વર્ષે ₹. 2૦ લાખથી વધુની આવક મેળવે છે.પશુપાલનમાં સફળતાનું રહસ્ય જણાવતા યોગેશભાઈ જણાવે છે કે, “અદાણી ફાઉન્ડેશન અને સરકારની યોજનાઓ દ્વારા મને કૃત્રિમ બીજદાન, કૃમિનાશક, રસીકરણ, ફીડ સપ્લીમેંટ, પ્રેરણા પ્રવાસ, સાઇલેજ, પશુ સારવાર, તાલીમ, કાફ રેલી, ગભાણ પશુ અને બચ્ચા ઉછેર ખાનદાણ પશુ વ્યવસ્થાપન પદ્ધતિઓનો લાભ મળ્યો છે. જેનાથી આ ડેરી વ્યવસાય વધુને વધુ વિકસ્યો છે”.
દોઢ દાયકા અગાઉ યોગેશભાઈએ 1૦ ગાય અને 8 ભેંસ સાથે ડેરી વ્યવસાય શરૂ કર્યો હતો. યોગેશભાઈને પશુ તરવાઈ જવાનું, દૂધનું પ્રમાણ ઓછું થવાનું, નવજાત બચ્ચાના મરણ, બીમારીઓ જેવી અનેક સમસ્યાઓ અવારનવાર આવતી હતી. તેવામાં યોગેશભાઈનો સંપર્ક અદાણી ફાઉન્ડેશનની ટીમ સાથે થયો અને તેમની સમસ્યાઓનું સમાધાન હાથવેંતમાં થવા લાગ્યું.દહેજ વિસ્તારમાં જ્યાં ૦% ખેતી છે ત્યાં યોગેશભાઈ રોજીંદુ 16૦ લીટર દૂધ આપતી 25થી વધુ વાછરડીઓ ધરાવે છે. પશુપાલન અને દૂધ વિતરણના વ્યવસાયથી તેઓ વાર્ષિક આવક ₹.2૦ લાખથી વધુની આવક મેળવે છે. વળી આ વાછરડીઓની કિમત ₹.15 લાખ જેટલી છે. ઘાસચારાની તંગી ધરાવતા વિસ્તારમાં પશુપાલનના સફળ વ્યવસાયથી યોગેશભાઈ અનેક પશુપાલકો માટે પ્રેરણારૂપ બન્યા છે.નવેમ્બર-2017માં અદાણી ફાઉન્ડેશનનો કામધેનુ પ્રોજેક્ટ BAIF ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબલ લાઇવલીહુડ ડેવલપમેન્ટ (BISLD)ના સમર્થન સાથે દહેજ વિસ્તારના 12 ગામોમાં શરૂ થયો હતો
Reporter: admin