ખેડા : ખેડા મામલતદાર ઓફીસમાં લોકો માટેની સેવા સુવિધા પ્રત્યે દુર્લક્ષ્ય અંગે ખેડા મામલતદારસામે ફરિયાદો મળતા ગઈ કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઓચિંતી મુલાકાત બાદ દરમ્યાન મળેલી રજૂઆતોને પગલે મામલતદાર ની બદલી કરવામાં આવી છે. ખેડા મામલતદાર પ્રીતિબેન શાહ ની બદલી છોટાઉદેપુર ના ડિઝાસ્ટર સેલમાં કરવામાં આવી છે. આ તત્કાલ બદલીના હુકમ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુક્રવારે સવારે ખેડા જિલ્લા સેવા સદનની સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા.આ સાથે આણંદના સારસામાં ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ પૂર્ણ કરીને કોઈ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ સિવાય ખેડા જિલ્લા સેવા સદનની મુલાકાતે પહોચી ગયા હતા.
મુખ્યમંત્રી શુક્રવારે સવારે ખેડા જિલ્લા સેવા સદનની સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા.આ સાથે આણંદના સારસામાં ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ પૂર્ણ કરીને કોઈ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ સિવાય ખેડા જિલ્લા સેવા સદનની મુલાકાતે પહોચી ગયા હતા.

તેમણે તાલુકા સેવા સદનમાં પોતાના કામકાજ માટે આવેલા સામાન્ય નાગરિકો, મુલાકાતીઓ સાથે વાતચીત કરીને વહીવટી તંત્રની કામગીરી અંગે તેમના પ્રતિભાવો જાણ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાલુકા સેવા સદનની રોજિંદી કાર્યવાહીનું નિરીક્ષણ કરીને આવકના દાખલા, જાતિ પ્રમાણપત્રો વગેરે સમયસર લોકોને મળી રહે છે કે કેમ તેની ખાતરી કરી હતી.
Reporter: News Plus