છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ખટાશ ગામે ૮૫ વર્ષની દાદીમાએ પોતાના પતિ દેવલોક પામ્યા હોય, જેઓની અંતિમ ક્રિયા થાય તે પહેલા મતદાન કરી મતદાન જાગૃતિ લાવવા માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ભારત દેશ ના નાગરિક કો ને એક વોટ નું મહત્વ સમજાવતા દાદીમાં પોતાના પતિ નું ક્રિયાકર્મ થાય તે પહેલાં દાદીમા એ વોટ આપી અંતિમ યાત્રામાં જોડાયેલા લોકો ને મત આપી સહભાગી બનવા અપીલ કરી હતી" છોટાઉદેપુર જીલ્લામાં ૮૫ વર્ષ થી વધુ ઉંમર ધરાવતા મતદાતા ઓ ને ધરે બેઠા મતદાન કરાવવા તંત્ર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી છે. તેમાં વધુ ઉંમર ધરાવતા ખટાશ ના પતિ પત્ની નું નામ પણ સામેલ હતું તેને લઇ મતદાન કરાવવા પહોંચેલી ટીમ ને છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામમાં રહેતા વધુ ઉંમર ધરાવતા મતદાતા ને કર્મચારીઓ ઘરે બેઠા મતદાન કરાવવા ગયા હતા પરંતુ મતદાન કરાવવાના એક દિવસ અગાઉ જ વૃદ્ધ દાદીમાના પતિ દેવ લોક પામ્યા હોવાનું મતદાન કરાવવા ગયેલી ટીમને જાણવા મળ્યું હતું.
સ્વભાવિક રીતે જ આ ઉંમરે પોતાના પતિ નો સથવારો ઘુમવ્યો હોઇ ત્યારે દાદીમા ઉપર આભ ફાટી પડ્યું હતું તેમ છતાં એક મત નું મહત્વ સમજી લોકસભા ચૂંટણી માં બેલેટ પેપરથી મતદાન કરી ચૂંટણી પર્વમાં સહભાગી બન્યા હતા અને છોટાઉદેપુર જિલ્લાના મતદાતાઓને એક મત નુ મહત્વ સમજાવી, મતદાન જાગૃતિ લાવવા માટેનું ઉત્તમ ઉદાહરણ સમગ્ર સમાજને પૂરું પાડ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ના ખટાસ ગામે ૮૫ વર્ષના દાદીમાં ના પતિ દેવ લોક પામ્યા છતા ક્રિયાકર્મ પહેલા પોતાનો મત આપી મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. જે તસવીરમાં નજરે પડે છે.
Reporter: News Plus