News Portal...

Breaking News :

કેરળના વતની વેણુગોપાલએ દુબઇ ડયુટી ફ્રીના મિલિયનેયર ડ્રોમાં 8.5 કરોડ રૂપિયા જીત્યા

2025-05-12 11:59:55
કેરળના વતની વેણુગોપાલએ દુબઇ ડયુટી ફ્રીના મિલિયનેયર ડ્રોમાં 8.5 કરોડ રૂપિયા જીત્યા


દુબઇ : કેરળના વતની 52 વર્ષીય વેણુગોપાલ મુલ્લચેરીએ દુબઇ ડયુટી ફ્રીના મિલેનિયમ મિલિયનેયર ડ્રોમાં 1 મિલિયન ડોલર (8.5 કરોડ રૂપિયા) જીતી લીધા છે. 

તે છેલ્લા 15 વર્ષોર્થી આ ડ્રોમાં નસીબ અજમાવી રહ્યાં હતાં. તે એક આઇટી સપોર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે યુએઇના અજમાનમાં કાર્યરત છે. વેણુગોપાલે જણાવ્યું છે કે આ વિજય મારા માટે કોઇ વરદાનથી ઓછું નથી. આ મારા સંઘર્ષોનો અંત છે તથા એક નવી શરૂઆત છે જે આશા અને ખુશીઓથી ભરી હશે.તેણે જણાવ્યું હતું કે તાજેતરમાં ભારત યાત્રા પછી પરત ફરતી વખતે 23 એપ્રિલે તેમણે દુબઇ એરપોર્ટ પરથી આ વિજેતા ટિકિટ ખરીદી હતી.

તેણે વધુમાં જણાવ્યું હતું કે તે છેલ્લા કેટલાક સમયથી ભારે દેવામાં ડૂબેલા હતાં. એક નજીકના વ્યકિતએ વિશ્વાસઘાત કરતા આ દેવાની રકમ વધી ગઇ હતી. મેં તાજેતરમાં જ એક ઘર બનાવ્યું હતું અને આર્થિક તંગદિલી ખૂબ જ વધી ગઇ હતી. જે વ્યકિત પર મેં વિશ્વાસ કર્યો હતો તેણે જ મારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ સ્થિતિમાં આ જેકપોટ મારા માટે સાચો તારણહાર બનીને આવ્યો છે.

Reporter: admin

Related Post