વૉશિંગ્ટન : જો બાયડનએ ચૂંટણી નહીં લાડવાનો નિર્ણય લેતા અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરીસે પ્રમુખ પદના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પત્ર ભર્યું છે. તેઓએ કહ્યું, જનસામાન્યનો શક્તિભર્યો પ્રચાર મને વિજયી બનાવશે જ.
સોશ્યલ મીડીયા ઉપર આ જાહેરાત કરતા તેઓએ કહ્યું હું એક મત માટે અથાક પ્રયત્ન કરીશ આજે મેં પ્રમુખ પદ માટેનું નામાંકન પત્ર ભર્યું છે. તે સાથે મેં અમેરિકાના પ્રમુખ પદ માટેની ઉમેદવારી સત્તાવાર રીતે જાહેર કરી છે.એક એક મત માટે હું સખત પરિશ્રમ કરીશ અને નવેમ્બરમાં લોકશક્તિથી પ્રબળ બનેલો મારો ચુંટણી પ્રચાર મને વિજયી બનાવશે. કમલા હેરીસે ભરેલા આ નામાંકન પત્ર અંગે વિચારકો કહે છે કે એક તરફ અમેરિકાના પ્રમુખ જો બાયડેને કમલાને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. બીજી તરફ પૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને તેઓના પત્ની મીશેલ ઓબામાએ પહેલા તો તેઓને સમર્થન આપવામાં અવઢવ દર્શાવ્યો હતો પરંતુ પછીથી પુરેપુરું સમર્થન જાહેર કર્યા પછી ડેમોક્રેટિક પાર્ટીના સભ્યો અને મતદારોનો પ્રચાર કમલા તરફ વળ્યો છે, તે નિશ્ચિત છે.
કમલા હેરીસની ઉમેદવારી અંગે નિરીક્ષકો કહે છે કે કમલા જીતે કે ન જીતે તે કરતા વધુ મહત્વની વાત તો તે છે કે ભારતીયોનો (ભારત વંશીઓનો) અમેરિકામાં કેટલો પ્રભાવ છે, તે દર્શાવી આપે છે. દક્ષિણ ભારતમાં પોતાના મુળ ધરાવતા કમલા હોય કે પંજાબમાં મૂળ ધરાવતા નિક્કી હેવી હોય. એકની પ્રમુખ પદ માટેની ઉમેદવારી તો બીજાની અમેરિકાના રાજદૂત તરીકે યુક્રેનમાં પુર્વેની ઉપસ્થિતિ સ્પષ્ટ દર્શાવે છે કે ભારતીયોનો યુએસમાં કેટલો પ્રભાવ છે. સંભવ તે પણ છે કે નિક્કી હેવીને ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના તેમના રનીંગ મેઈટ જાહેર કરે.
Reporter: admin