જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ, વડોદરા અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, વડોદરા દ્વારા બાળ ગોકુલમ, ભૂતડીઝાંપા ખાતે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ – ૨૦૧૫ તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયન – ૨૦૧૨ (POCSO ACT – 2012) અંતર્ગત પોલીસની ભૂમીકા વિષય પર એસ.ડી. કાપડિયા, પ્રિન્સિપલ મેજીસ્ટ્રેટ, જુવેનાઇલ જસ્ટીસ બોર્ડની અધ્યક્ષતામાં તા.૧૩/૦૨/૨૦૨૫ના રોજ તાલીમ તથા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવા દ્વારા જુવેનાઇલ જસ્ટીસ એક્ટ – ૨૦૧૫ તથા સમાજ સુરક્ષા સંકુલના પ્રોજેક્ટ મેનેજર ચેતન પરમાર દ્વારા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયન – ૨૦૧૨ વિષય પર પોલીસની ભૂમીકા શું છે તેના ઉપર સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના અધ્યક્ષ એસ.ડી. કાપડિયા દ્વારા સદર કાયદા ઉપર વધુ સારી રીતે કામગીરી કરી શકાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમ જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના સભ્ય ઇલાબેન વ્યાસ અને ભવાનભાઈ પટેલ, વડોદરા ગ્રામ્યના સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટના નોડલ ઓફિસર સી. એન. ચૌધરી અને વડોદરા શહેરના સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટના નોડલ ઓફિસર બી. બી. પટેલ, વડોદરા જિલ્લાનાં લીગલ કમ પ્રોબેશન ઓફિસરઓ, બાળ સંભાળ ગૃહોના પ્રોબેશન ઓફિસર, કાઉન્સેલર, વડોદરા શહેર અને ગ્રામ્યના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
Reporter: admin