જોહાનિસબર્ગ :દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાઈ રહેલી G20 બેઠકમાં ભારતે G20 ગ્રૂપની અખંડીતતા જાળવવા પર ભાર મૂક્યો છે, જેને ચીને પણ સમર્થન આપ્યું છે.
ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે વિશ્વમાં વિભાજનની સ્થિતિ વચ્ચે જી20 ગ્રૂપોની અખંડીતતા જાળવા માટે ભારત-ચીનના સંયુક્ત પ્રયાસો પર ભાર મૂક્યો છે. વાસ્તવમાં G20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ભારત અને ચીનના વિદેશમંત્રી વચ્ચે દ્વિપક્ષીય યોજાઈ હતી, જેમાં જયશંકરે ચીના વિદેશમંત્રી વાંગ યી સાથે સંબોધનમાં કહ્યું કે,
આપણે સમજવુ જોઈએ કે, ભારત અને ચીને વિશ્વમાં વિભાજનની સ્થિતિના પડકારો વચ્ચચે જી20ને સુરક્ષિત રાખવા માટે અથાગ મહેનત કરી છે, જે આંતરરાષ્ટ્રીય સહયોગના મહત્ત્વને પ્રમાણિત કરે છે.’જયશંકરે કહ્યું કે, ‘અમારા NSA (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) અને વિદેશ સચિવ ચીનની મુલાકાતે ગયા હતા, જ્યાં તેઓએ બંને દેશોના સંબંધો અંગે પણ ચર્ચા કરી છે. ચર્ચામાં સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાનું સંચાલન તેમજ આપણા સંબંધોના અન્ય પરિમાણોનો સમાવેશ થાય છે. આજે વિચારોની આપ-લે કરવામાં મને આનંદ થાય છે.’ આ દરમિયાન વિદેશમંત્રીએ એમ પણ કહ્યું કે, ભારત અને ચીન જી20, એસસીઓ (શાંઘાઈ સહયોગ સંગઠન) અને બ્રિક્સના સભ્યો છે.
Reporter: admin