News Portal...

Breaking News :

જેતલપુર ગરનાળામાં વરસાદ વગર જ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

2026-06-05 11:09:35
જેતલપુર ગરનાળામાં વરસાદ વગર જ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન


જેતલપુર ગરનાળામાં વરસાદ વગર જ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

વડોદરા શહેરના જેતલપુર ગરનાળામાં ગટરનું પાણી ઉભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા પૂર્વે જ સર્જાયેલી આ સ્થિતિને કારણે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. જેતલપુર વિસ્તારમાં આવેલા ગરનાળામાં વરસાદ ન હોવા છતાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે. રોજિંદા હજારો વાહનચાલકો અને રાહદારીઓ અહીંથી પસાર થાય છે, પરંતુ ગટરના પાણી વારંવાર ઉભરાઈ આવતા માર્ગ પાણીથી ભરાઈ જાય છે, જેના કારણે અવરજવર મુશ્કેલ બની રહી છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા સતત જોવા મળી રહી છે. અનેકવાર ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પરિણામે વિસ્તારમાં અસંતોષનો માહોલ છે.

સ્થાનિક વેપારી મહિલાએ જણાવ્યું કે વરસાદ વગર જ પાણી ભરાતા દુર્ગંધ ફેલાય છે અને ધંધા પર પણ અસર પડે છે. “વરસાદ પડશે ત્યારે શું હાલત થશે?” એવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો.રાહદારીઓએ પણ આ મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમના કહેવા પ્રમાણે પાણી ભરાવાના કારણે કપડા ગંદા થાય છે અને વાહનો પસાર થતા છાંટા ઉડે છે, જેના કારણે દૈનિક અવરજવર મુશ્કેલ બની જાય છે. તેમણે તંત્રને તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થયાના દાવા વચ્ચે પણ આવી સ્થિતિ સર્જાઈ રહી છે, જે કામગીરીની ગુણવત્તા પર પ્રશ્ન ઉભા કરે છે.  જીવા ભાઈ, સ્થાનિક

Reporter: admin

Related Post