વડોદરા,ભારત સરકારની નેશનલ ટેસ્ટિંગ એજન્સી - NTA તરફથી ગત મોડી રાત્રીએ JEE Main 2025 Session 2નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા શહેરની જાણીતી સંસ્થા ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટએ આ સમય બાજી મારી છે.

ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના વિધાર્થી આદિત ભગાડેએ પરીક્ષામાં 100 PR મેળવી સમગ્ર ગુજરાતમાં JEE Main Session 2માં પ્રથમ ક્રમાંક મેળવ્યો અને સમગ્ર ભારતમાં નામ રોશન કર્યું છે.ફિનિક્સના આશરે 25થી 30 વિધાર્થીઓએ 99 અને 98થી વધુ પર્સેન્ટાઇલ મેળવી ભારતીય પ્રોધયોગિક સંસ્થામાં એડમિશન માટે લેવાતી પરીક્ષા JEE Advanced માટે ઉત્તિર્ણ થયેલ છે.

ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ,
ગુજરાતની જાણીતી શૈક્ષણિક સંસ્થા છે જેમની વડોદરા, આણંદ અને કોટામાં શાખા કાર્યરત છે. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટની આ આગવી સિદ્ધિઓ પાછળની પરિશ્રમી વ્યક્તિત્વ એટલે શ્રી મુકેશ કુમાર દાદવાણી, જે પોતે રસાયણવિજ્ઞાનના નિષ્ણાત શિક્ષક છે જે આજે પણ વિધાર્થીઓને ભણાવે છે. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટએ વર્ષો વર્ષની પરંપરા - કોમ્પિટિટિવ પરીક્ષામાં ટોપર્સ આપવા એ જાળવી રાખી વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે અને વડોદરાના દરેક નગરજનોને ગૌરવાન્વિત કર્યા છે.ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 સાયન્સના એડમિશન હાલમાં શરૂ છે જેની નવી બેચ ધોરણ 10 SSC બોર્ડના પરિણામ પછી શરૂ થવા જઈ રહી છે અને ફિનિક્સના 4 પ્રોગમ - 6 Month - ICP , 1 Year , 2 Year , 4 Year પ્રોગ્રામ ચાલી રહ્યા છે.





Reporter: