News Portal...

Breaking News :

ICCના નવા અધ્યક્ષ જય શાહ બન્યા

2024-08-27 22:22:05
ICCના નવા અધ્યક્ષ જય શાહ બન્યા


ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવા અધ્યક્ષ જય શાહ બન્યા છે. ICCએ કહ્યું હતું કે જય શાહ બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. 


તેઓ 1 ડિસેમ્બરના રોજ ICC અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે. હાલમાં તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી છે. હવે તેમને BCCIનું સેક્રેટરી પદ છોડવું પડશે અને આ પદ પર નવી પોસ્ટિંગ કરવી પડશે.ન્યૂઝીલેન્ડના વર્તમાન ICC અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થશે. ICCએ 20 ઓગસ્ટે કહ્યું હતું કે બાર્કલે ત્રીજી વખત ચેરમેન નહીં બને. તેઓ 2020થી આ પોસ્ટ પર હતા. તેઓ નવેમ્બરમાં તેમનું પદ છોડી દેશે.


શાહ એકમાત્ર ઉમેદવાર હતાICC અધ્યક્ષ પદ માટે નોમિનેશન ફાઈલ છેલ્લી તારીખ આજે હતી. જય શાહ સિવાય આ પદ માટે કોઈ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નથી, જેના કારણે શાહને ICCના અધ્યક્ષ બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. શાહ હાલમાં ICCની ફાઈનાન્સ અને કોમર્સ પેટાસમિતિના અધ્યક્ષ પણ છે.જય શાહે કહ્યું, "મને ICCના અધ્યક્ષ તરીકે ચૂંટવા બદલ દરેકનો આભાર. હું ક્રિકેટને વૈશ્વિક સ્તરે આગળ વધારવા માટે કામ કરવાનું ચાલુ રાખીશ. હાલમાં ક્રિકેટનાં બહુવિધ ફોર્મેટને પ્રોત્સાહન આપવું મહત્ત્વપૂર્ણ છે. હું નવી ટેક્નોલોજી લાવવાનો પ્રયાસ કરીશ. રમતની સાથે સાથે હું વર્લ્ડ કપ જેવી ઇવેન્ટને પણ ગ્લોબલ માર્કેટ્સમાં લઈ જઈશ."

Reporter: admin

Related Post