News Portal...

Breaking News :

કઠુઆમાં સેનાના વાહન પર ફરી આતંકવાદી હુમલામાં ૪ જવાન શહીદ

2024-07-08 23:52:34
કઠુઆમાં સેનાના વાહન પર ફરી આતંકવાદી હુમલામાં ૪ જવાન શહીદ





જમ્મુ: કઠુઆમાં સેનાના વાહન પર ફરી આતંકવાદી હુમલા કરવાની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર જવાનો શહિદ થયા છે. મોડી સાંજે અહેવાલો મલ્યા હતા કે, ચાર જવાનો શહીદ થયા છે. આ હુમલામાં છ જવાનો ઈજાગ્રસ્ત પણ થયા છે. હાલ સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામમ ચાલી રહી છે. 



સૂત્રોના જણાવ્યા મુજબ, આતંવાદીઓએ બિલાવરના ધડનોતા વિસ્તારમાં 8 જુલાઈએ સેનાના વાહન પર આતંકવાદીઓએ આડેધડ ફાયરિંગ કર્યું છે. આતંકીઓએ સેનાના વાહન પર ગ્રેનેડ પણ ફેંક્યો હતો અને ત્યારબાદ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આતંકવાદીઓએ મરાડ ગામ પાસે પહોંચેલા સેનાના વાહન પર હુમલો કર્યો હતો. 




પ્રાપ્ત અહેવાલો મુજબ, જ્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો, ત્યારે સેનાની ટીમ કઠુઆ જિલ્લાના મછેલી વિસ્તાર સ્થિત ધડનોતા ગામ પાસે રાબેતા મુજબ પેટ્રોલિંગ કરી રહી હતી. સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં આખા વિસ્તારને ખેરી લઈ આતંકવાદીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.

Reporter: News Plus

Related Post