News Portal...

Breaking News :

મધમાખીઓ ફરી વળતા શાળાની બારીઓ બંધ કરવાનો વારો આવ્યો

2025-01-25 17:14:47
મધમાખીઓ ફરી વળતા શાળાની બારીઓ બંધ કરવાનો વારો આવ્યો


વડોદરા : ગ્રામ્યમાં આવતા વાઘોડિયાના મડોધરમાં ડો. એન.જી. શાહ સાર્વાજનિક હાઇસ્કુલ આવેલી છે. શાળા નજીક લીમડાનું મોટુ ઝાડ છે, તેમાં રહેતો મધપૂડો એકાએક છંછેડાતા મધમાખીઓનું ઝૂંડ ફરી વળ્યું હતું. 


મધમાખીઓ ફરી વળતા શાળાની બારીઓ બંધ કરવાનો વારો આવ્યો હતો. આ ઘટનામાં શાળાના વિદ્યાર્થીઓ અને રાહદારીઓે મળીને આશરે ચાર જેટલા લોકોને દંશ દેતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે શાળા એક કલાક મોડી છોડવી પડી હતી.સામાન્ય રીતે શહેરોમાં રહેણાંક વિસ્તારોમાં મધપૂડા ઓછા જોવા મળે છે. પરંતુ ગામડાઓમાં આજે પણ મોટા મોટા મધપૂડા જોવા મળે છે, જે ક્યારેક અન્ય માટે મુસીબતનું કારણ બની જાય છે. આજે આવી જ એક ઘટના સપાટી પર આવવા પામી છે. 


વડોદરા ગ્રામ્યમાં આવતા વાઘોડિયાના મડોધરમાં આવેલી ડો. એન.જી. શાહ સાર્વાજનિક હાઇસ્કુલ પાસે ઝાડ પરનો મધપૂડો એકાએક છંછેડાયો હતો. જેને પગલે આસપાસમાં મધમાધીઓના ઝૂંડે આક્રમણ કરી દીધું હતું. દરમિયાન શાળા ચાલુ હોવાથી કેટલાક વિદ્યાર્થીઓને મધમાખીઓ ફરી વળી હતી. આ ઘટના અંગે ધ્યાન જતા અન્યને સુરક્ષિત કરવા માટે શાળાની બારીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.તો બીજી તરફ ઘટનાથી અજાણ રાહદારીઓ પણ મધમાખીના હુમલાની ચપેટમાં આવી ગયા હતા. પોતાની જાતને મધમાધીઓના દંશથી બચાવવા માટે રાહદારીઓએ પોતાના વસ્ત્ર વડે મોઢું ઢાંકીને બચવાનો પ્રયત્ન કરતા નજરે પડ્યા હતા. આજે બપોરના સમયે એક વાંદરૂ લીમડાના ઝાડ પર કપિરાજે ભારે કુદાકુદ કરી મુકતા મધમાખીઓ છંછેડાઇ હોવાનો પ્રાથમિક અંદાજો લગાડવામાં આવી રહ્યો છે.

Reporter: admin

Related Post