News Portal...

Breaking News :

સાઇબર ઠગોને નાથવા દરેક પોલીસ સ્ટેશનમાં આઇટી એક્સપર્ટની નિમણૂક થશે

2025-02-12 16:40:08
સાઇબર ઠગોને નાથવા દરેક પોલીસ સ્ટેશનમાં આઇટી એક્સપર્ટની નિમણૂક થશે


હાલમાં ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સહિતના સાઇબર ઠગાઈના કિસ્સા વધી રહ્યા છે ત્યારે તેને નાથવા માટે હવે પોલીસ આઇટી એક્સપર્ટ નિમણૂક કરશે. જે અંતર્ગત શહેરમાં 22 આઇટી એક્સપર્ટની નિમણૂક માટે ઇન્ટર્વ્યૂ લેવાયા હતા. 


ઉપરાંત પોલીસ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરે અને તેમની તપાસ સહિતની કામગીરીની ગુણવત્તા વધે તે માટે આ નિમણૂક કરાશે.પોલીસના SHODH (સ્ટ્રેન્થનિંગ ઓફ હ્યૂમન રિસોર્સીસ ફોર ઓપરેશન્સ, ડિટેક્શન એન્ડ હેન્ડલિંગ ઓફ લો એન્ડ ઓર્ડર) પ્રોજેક્ટ હેઠળ રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનમાં 650 IT એક્સપર્ટ કન્સલ્ટન્ટની નિમણૂક કરાશે. જે અંતર્ગત શહેરમાં 22 આઈટી એક્સપર્ટ નિમાશે, જે માટે મંગળવારે ઉચ્ચ અધિકારીઓએ પોલીસ ભવનમાં 30થી વધુ આઈટી એન્જિનિયર્સના ઇન્ટર્વ્યૂ લીધાં હતાં.આ નિમણૂક આઉટ સોર્સથી કરવા રાજ્ય સ્તરે જીએ ડિજિટલ વેબ વર્ડ પ્રા.લિ. નવી દિલ્હીને વર્ક ઓર્ડર અપાયો હતો. આ સેવા 1 ફેબ્રુઆરીથી 31 ડિસેમ્બર સુધી એટલે 11 મહિના માટે લેવાશે. 


ગુજરાતના દરેક શહેર, જિલ્લાની પોલીસ કચેરીમાં ઉમેદવારોના ઈન્ટરવ્યું લઈને તેમની પસંદગી કરવામાં આવનાર છે.સાઇબર ઠગાઈના ઈન્વેસ્ટિગેશનમાં પણ મદદ કરશે સાઇબર ઠગો 5 લાખથી નીચેની ઠગાઈ કરે ત્યારે તેની તપાસ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને બદલે સ્થાનિક પોલીસ મથકને સોંપાય છે. સાઇબર ઠગાઈ કેસના એનાલિસીસ, ઈન્વેસ્ટિગેશન, સર્ચ/સીઝર અંગે આઈટી એક્સપર્ટ પોલીસની મદદ કરશે.CCTV, પોકેટ કોપ સહિતના ઉપયોગમાં મદદ કરશે આઇટી એક્સપર્ટ સીસીટીવી, બોડી કેમેરા, ઈ-ગુજકોપ, ઇ-સાક્ષ્ય, ઈ-સમન્સ, પોકેટ કોપ વગેરેના ઉપયોગમાં પોલીસ સ્ટેશન સ્તરે મદદ કરશે. આ ઉપરાંત તેઓ સાઇબર ક્રાઈમની તપાસમાં પણ મદદ કરશે. તેમ નરસિમ્હા કોમાર, પોલીસ કમિશનર, વડોદરા એ જણાવ્યું હતું.

Reporter: admin

Related Post