News Portal...

Breaking News :

ઇઝરાયેલ દ્વારા ગાઝા ઉપરાંત લેબેનોન પર પણ હવાઇ હુમલો: હુમલામાં વધુ 55 લોકો માર્યા ગયા

2025-04-28 10:24:49
ઇઝરાયેલ દ્વારા ગાઝા ઉપરાંત લેબેનોન પર પણ હવાઇ હુમલો: હુમલામાં વધુ 55 લોકો માર્યા ગયા


ગાઝા: આતંકી સંગઠન હમાસના હુમલા બાદ ઇઝરાયેલે ગાઝા પર જે હુમલા શરૂ કર્યા હતા તે હજુ પણ ચાલુ છે. 


ઇઝરાયેલે ગાઝા પટ્ટીનો સંપૂર્ણ સફાયો કરી નાખ્યો છે, અત્યાર સુધીના આ હુમલાઓમાં ગાઝામાં છેલ્લા 18 મહિનામાં માર્યા ગયેલા નાગરિકોની સંખ્યા 52000ને પાર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં જ વધુ 51 લોકોના મોત નિપજ્યા હતા. ઇઝરાયેલ દ્વારા ગાઝા ઉપરાંત લેબેનોન પર પણ હવાઇ હુમલો કરાયો હતો. આ બન્ને હુમલામાં વધુ 55 લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક લોકો ઘવાયા છે.  હમાસે ઇઝરાયેલના અનેક લોકોને બંધક બનાવી રાખ્યા હતા, જેમાંથી હજુ પણ કેટલાકને છોડવામાં નથી આવ્યા. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શાંતિ કરારો થયા હતા. જોકે હમાસે બાકી રહેલા બંધકોને ના છોડતા હવે ઇઝરાયેલે આ કરારોનો ભંગ કરીને ફરી હુમલા શરૂ કરી દીધા છે. એક તરફ ગાઝા પર હવાઇ હુમલા બીજી તરફ ગાઝામાં પુરો પડાતો સપ્લાય પુરવઠો ઇઝરાયેલે છેલ્લા બે મહિનાથી અટકાવી રાખ્યો છે જેને પગલે હાલ ગાઝામાં ભુખમરો ફાટી નીકળ્યો છે. 


બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિતના અનેક લોકો ભુખમરાના ભરડામાં આવી રહ્યા છે. ગાઝામાં મદદ પહોંચાડનારી સંસ્થાઓનું કહેવું છે કે હાલ ગાઝામાં અનાજ સહિતની ખાધ્ય સામગ્રી અંતિમ સ્થિતિમાં છે તેથી વધુ પુરવઠાની જરૂર પડશે.મરીયમ અને તેની સાસુએ શુક્રવારે એક પ્લેટ ચોખા અને થોડા ગાજર એક તપેલીમાં બોઇલ કર્યા હતા, આટલા ભોજનમાં પરિવારના ૧૧ લોકોને ખવડાવવામાં આવ્યું હતું, રાહત કેમ્પોના આવા કેટલાક રિપોર્ટ સામે આવ્યા છે. જે દર્શાવે છે કે હાલ ગાઝામાં રહેલા બાકી લોકોની શું સ્થિતિ છે.ગાઝાની આ સ્થિતિ વચ્ચે ઇઝરાયેલ દ્વારા ગાઝા અને લેબેનોન પર ફરી હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલા હમાસ અને અન્ય આતંકી સંગઠનોના વિવિધ સ્થળોને નિશાન બનાવી કરાયા હતા. જેમાં કુલ ૫૫થી વધુ લોકોના મોત થયા છે.

Reporter: admin

Related Post